અમારી હાજરીમાં કોઈ પરિવાર ભૂખ્યો સુવો ન જોઈએ
ઉપરોક્ત ધ્રુવવાક્યને સિદ્ધ કરતા “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” ના નવયુવાનો કે જેઓએ આ કોરોનાના કપરા કાળમાં પણ તેઓ ભરૂચના રેલવે ગોદીના પાછળના ભાગમાં વસવાટ કરતા “૪૩” શ્રમજીવી પરિવાર માટે કે જેને બન્નેમાંથી એકપણ સમયનું જમવાનું પણ ક્યારે મળે એ ખબર નથી. તો એવા શ્રમજીવી લોકો માટે આ યુવાનો ખભેખભા મિલાવીને કુલ ૪૩ પરિવારનો ચૂલો ચાલુ રાખ્યો છે. આ ભગીરથ કાર્યમાં તેઓએ દરેક પરિવારને કુલ એક મહિનો ચાલે એટલી ચીજવસ્તુઓ આપી હતી. આ ભગીરથ કાર્યમાં આયુષ પટેલ, અભી પટેલ , નિહિત પટેલ , અર્ચન પટેલ , શ્લોક પટેલ , શુભમ જોષી , ધ્રુવી રાણા , આયુષી ભટ્ટ , ધ્રુવીલ પુરાણી , વિનીત ઠક્કર ,તીર્થ પટેલ અને ધ્રુવ પંડયા આ તમામ સ્વંયસેવકોએ આ પોતાની નૈતિક ફરજ સમજી આ સેવકાર્યને સુવ્યવસ્થિત અને સુપેરે પાર પાડ્યું હતું.
પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ ના યુવાનો ભોજન પ્રોગ્રામ કર્યો ગરીબો ના વહારે
Views: 80
Read Time:1 Minute, 18 Second