જે અન્વયે સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય,વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ઉપર મેન્ટરની નિમણુંક કરી તેઓ ઉપર વોચ રાખી અવાર નવાર ચેક કરી મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકીંગ તેમજ શકમંદ ઇસમોની બાતમી હકિકત મેળવી મિલકત સંબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના/માર્ગદર્શન આપવામાં આવેલ. પટેલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. વડોદરા ગ્રામ્યનાઓ દ્રારા
જે આધારે કૃણાલ તાબાના અધિકારી તથા સ્ટાફને જરૂરી સુચના/માર્ગદર્શન આપી વડોદરા ગ્રામ્ય જીલ્લામાં બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી તેઓને હાલની પ્રવૃતી તેમજ ગતીવિધિઓ ઉપર નજર રાખવા સુચના આપી, જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકીંગ તેમજ અંગત બાતમીદારોનો સંપર્ક કરી ગુનાઓ શોધવા સતત પ્રયત્નો કરવા જણાવેલ, જે અનુસંધાને ગઇ તા.૧૭/૦૫/૨૦૨૪ ની મોડી રાત્રીના પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડભાસા ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલપંપની સામે એક વૃધ્ધ મહીલાનું રહેણાંક છાપરૂ આવેલ હોય, જે છાપરામાં કોઈ બે અજાણ્યા ચોર ઇસમો પ્રવેશ કરી ઘરમાં હાજર વૃધ્ધ મહીલાનું એક ઇસમે મોઢુ દબાવી તથા અન્ય ઇસમે મહીલાનો કોઇ તીક્ષણ હથીયાર વડે કાન કાપી કાનમાં પહેરેલ સોનાના દાગીના તથા અન્ય દાગીના મળી કુલ રૂ.૨,૦૦,૦૦૦/- ના મત્તાની લુંટ કરી ભાગી ગયેલ હતા જે ગંભીર મિલકત સંબંધી ગુનો શોધવા અર્થે પો.ઇન્સ.શ્રી એલ.સી.બી.ની સુચના અને માર્ગદર્શન આધારે (૧)આર.બી.વનાર, પો.સ.ઈ.એલ.સી.બી. (૨) પી.કે.ભુત પો.સ.ઈ. એલ.સી.બી. તેમજ એલ.સી.બી. ટીમ ઉપરોકત ગુનાની ઝીણવટભરી રીતે તપાસમાં હતા….
દરમ્યાન ગઇકાલ તા.રર/૦૫/૨૦૨૪ શ્રી આર.બી.વનાર, પો.સબ.ઈન્સ. એલ.સી.બી.ને અંગત બાતમીદારથી ચોકકસ બાતમી હકિકત મળેલ હતી કે, અગાઉ મિલકત સંબંધી ગુનામાં પકડાયેલ અને આણંદ જીલ્લાનો મેન્ટર આરોપી વિષ્ણુભાઇ ઉર્ફે બુચીયો ચંદુભાઇ જાતે ચુનારા વાઘરી રહે. નાપા, તા.બોરસદ જી. આણંદ નાએ તેના સાગરીત સાથે મળીને આ ગુનાને અંજામ આપેલ છે જેથી સદરહું આરોપીના ગુનાહીત ઇતિહાસ અને હાલની પ્રવૃતિ સંબંધે આણંદ જિલ્લા પોલીસની મદદ લઇ તેની વધુ વિગત મેળવી વડોદરા ગ્રામ્ય જીલ્લા પોલીસ તથા આણંદ જિલ્લા પોલીસથી તેની શોધખોળ કરતા પો.સ.ઈ. આર.બી.વનારને અંગત બાતમીદારથી માહિતી મળેલ કે, સદરહું આરોપીઓ હાલ લુંટ કરેલ સોનાના દાગીના વેચવાની ફિરાકમાં લુણા કેનાલ વાળા અંતરીયાળ રસ્તે થઇ વડુ તરફ બજાજ ડીસ્કવર મો.સા. GJ-06-HR-7418 લઇને આવનાર છે જે ચોકકસ હકિકત આધારે એલ.સી.બી. ટીમ.ડભાસા ગામની સીમમા મહલી તલાવડી વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલના ચાર રસ્તા ઉપર બાતમી હકિકત આધારે.વોચમાં રહેતા દરમ્યાન બાતમી હકિકત વાળી ડિસ્કવર મો.સા. ઉપર બે ઇસમો આવતા એલ.સી.બી. ટીમ દ્રારા તેને ઝડપી પાડવામાં આવેલ હતા…
આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ
(૧) વિષ્ણુભાઇ ઉર્ફે બુચીયો ચંદુભાઈ જાતે ચુનારા વાઘરી નાનો બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરવાની ટેવવાળો છે અને આણંદ જીલ્લાનો મેન્ટર પ્રોજેકટ અંતર્ગત આરોપી હોય, સદરહું વિરૂધ્ધ (૧) આંકલાવ પો.સ્ટે. ફર્સ્ટ ૭૯/૧૭ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ (૨) વિદ્યાનગર ફર્સ્ટ ૬૫/૧૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ (૩) આણંદ રૂરલ ફર્સ્ટ ૪૫/૧૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ (૪) ભરૂચ જીલ્લા વેડચ પો.સ્ટે. પાર્ટ એ- ૧૧૧૯૯૦૫૧૨૦૦૩૭૧ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ (૫) ભરૂચ જીલ્લા વેડચ પો.સ્ટે. પાર્ટ એ- ૧૧૧૯૯૦૫૧૨૦૦૩૭૨ ઇપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ (૬) પેટલાદ ટાઉન પો.સ્ટે. પાર્ટ जे- ૧૧૨૧૫૦૨૧૨૧૦૨૮૩ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦ (૭) વડુ પો.સ્ટે. પાર્ટ એ- ૧૧૧૯૭૦૦૩ ૨૦૦૦૮૯ ઇપીકો કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના મીલકત સંબંધી ગુનાઓ દાખલ થયેલ છે.
(૨) ચંન્દ્રકાન્તભાઈ ઉર્ફે ચંદુભાઇ S/O સુકાભાઈ જાતે ચુનારા વાઘરી વિરૂધ્ધ વડુ પોલીસ સ્ટેશન પાર્ટ એ- ૧૧૧૯૭૦૧૧૨૩૦૮૩૬ ઇપીકો કલમ ૩૦૭, ૨૯૪(ખ), ૩૨૬, જીપીએકટ ૧૩૫ મુજબનો સીરીયસ ખુનની કોશીષનો ગુનો દાખલ થયેલ છે.
તસ્લીમ પીરાંવાલા… પાદરા…