ભરૂચ જિલ્લાની નમૅદા કોલેજમાં BBA sem-1 માં એકસ્ટ્રનલ કોમ્પયુટર પ્રેક્ટીકલ પરિક્ષા ન લેવાતા યુનિવર્સિટી દ્રારા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ DLO માં રાખ્યા છે જેથી આશરે ૧૪૨ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોલેજ સંચાલકોએ લટકતું રાખ્યું. VNSGU યુનિવર્સિટીને સલંગ્ન BBA વિભાગની તમામ કોલેજો દ્રારા જે તે સમયે ઇનિટરનલ પરિક્ષા લેવામં આવી હતી અને યુનિવર્સિટી દ્વારા પણ પરિક્ષા નિશ્ચિત સમયમા લેવામાં આવે તેમ તમામ કોલેજોમાં જણવ્યું હતું છતા નમૅદા કોલેજમાં પરિક્ષા કેમ લેવામાં ન આવી એક ગંભીર પ્રશ્ન છે. જે તે સમયે વિદ્યાર્થીઓએ આ બાબતે ફેક્લટીને પૂછતાં કોલેજમાં પરિક્ષા માટે પૂરતાં પ્રમાણમાં કોમ્પયુટરની વ્યવસ્થા નથી તેમ કારણ દર્શાવેલ હતુ.

જો કોલેજ પાસે વિદ્યાર્થીઓના ભણતર માટેની પૂરતી સવલતો જ અને વ્યવસ્થા નથી તો શું કામ આવા વિભાગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તેમનાં ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. નમૅદા કોલેજનાં સંચાલકોની હરહંમેશ વિદ્યાર્થીનાં હિત વિરુદ્ધની નિતી હોય છે. અગાઉનાં સમયમાં પણ આ કોલેજનાં સંચાલકો દ્રારા વિદ્યાર્થીઓના ભવિષ્ય તેમજ સ્વસથ્યને ગંભીર રીતે જોખમમાં મૂક્યા હોય તેવા કાર્ય કરવામા આવેલ છે .

આ વિદ્યાર્થીઓના ગંભીર મુદ્દે આજે કોલેજના આચાર્ય સાથે અગાઉના સમયમાં પરિક્ષા કેવી રીત લેવી એ અંગે ચર્ચા તેમજ રજુઆત કરવા ગયા પરંતુ આચાર્ય મુલાકાત ન આપી કોઇપણ જવાબ ન આપ્યા. આથી આ ૧૪૨ જેટલા વિદ્યાર્થીઓ માટે તાત્કાલીક ધોરણે પરિક્ષા માટે વિકલ્પ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેજવાબદારી દાખવા બદલ BBA ફેકલ્ટી હૅડ, સંચાલકો તેમજ જવાબદાર પર યોગ્ય કડકમાં કડક કાયૅવાહિ કરે એ જ યુનિવર્સિટી કુલપતી અને નમૅદા એજ્યુકેશન એન્ડ સાયન્સ રિસૅચ સોસાયટીનાં ડાયરેક્ટરને ભરૂચ જીલ્લા NSUI દ્રારા માગ કરવામા આવી હતી.