ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આદિવાસી લોકો તેમના હકો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં આદિવાસીઓએ સૂત્રોચ્ચારો કરીને બુલંદ અવાજે વિરોધ કર્યા હતા. આદિવાસી લોકોએ સત્તા પક્ષ સામે ગાંધીનગરમાં ભારે વિરોધ કર્યો હતો. ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીના પ્રશ્ન માટે લડતા આવેલા અને આદિવાસી ના મસીહા એવા છોટુભાઈ વસાવા આ કાર્યક્રમની જ ટીકા કરી કોંગ્રેસ ને અડે હાથ લીધી.કહ્યું બારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસના પી.એમ મનમોહન સિંહ અને મોદી હતા ત્યારે આ લોકોએ સહમતી આપી આજે કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવી વિરોધ કરવા નીકળ્યા છે. એમ કહી છોટુ વસાવા એ કરી આકરી ટીકાએ જણાવ્યું હતું કે આજે જે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર માં આદિવાસી પર રાજનીતિ કરવા માટે કોંગ્રેસે કાર્ય કર્યું છે એ માત્ર ચૂંટણી લક્ષી છે જે કોંગ્રેસ પ્રેરિત સત્યાગ્રહ કાર્યક્રમનો છોટુભાઈ વસાવાએ વિરોધ કરે છે. ચૂંટણીમાં મતો મેળવવાનો કોંગ્રેસ નો કારસો છે. કોંગ્રેસ બીજા પ્રોજેક્ટોમા વિરોધ નથી કરતા અને હવે ચૂંટણી આવી એટલે વિરોધ દેખાયો સાથે BTP પોતાની રીતે ચૂંટણી લડશે.કોઈની સાથે સમર્થન નહીં કરે પરંતુ AAP સાથે વાત ચાલુ છે. કોંગ્રેસ પણ અમને સાથે આવવાની વાત કરે પણ અમારી વર્ષોથી એક જ માગ છે કે અમારા મુદ્દા અમારી માગ જે પાર્ટી સ્વીકારશે તેમની સાથે રહીશું પણ હજુ કસું નક્કી નથી.આદિવાસીઓ માટે ભાજપ દર વર્ષે 15000 કરોડ ખર્ચ કરે છે તો ક્યાં છે આદિવસીઓનો વિકાસ બસ તેમના કોન્ટ્રાક્ટરોને પોસે છે.બીજી બાજુ ખેડૂત ને સિંચાઈ માટે વીજળી જે પહેલા સરકારે 10 કલાક કરી પછી 8 કલાક કરી હવે 6 કલાક પણ આપી નથી રહ્યા આ સરકાર માત્ર ઉદ્યોગ પતિઓને વીજળી આપે છે ગરીબ ખેડૂતોને આ સરકાર કોઈ રીતે ઉભા થવા માગતા નથી. જો ખેડૂત સધ્ધર થાય તો ઉદ્યોગ પતિઓને મજુર ન મળે માટે આદિવાસીઓ ને આ સરકાર આગર આવવા નહિ દે પરંતુ અમે આદિવાસીઓ માટે લડીસુ.
ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા
Views: 73
Read Time:2 Minute, 58 Second