
મિલ્કસિટી આણંદ ખાતે આવેલ શિક્ષણ અને સંસ્કાર માટે જાણીતી સંસ્થા મોટા મદરેસા ના ટ્રસ્ટી મંડળ અને ભાલેજ જનરલ હોસ્પિટલ, ભાલેજ.તેમજ તમામ મુસ્લિમ સમાજ ના આગેવાનો ના સહયોગ થી મોટામદરેસા સ્કૂલ ના કમ્પાઉન્ડ માં એક વિશાળ ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ ની આ પ્રસંગે મદરેસા ના ટ્રસ્ટી મંડળ ના અને કેમ્પ યોજવા માટે જગ્યા અને વ્યવસ્થા પુરી પાડનાર એવા અફઝલ ભાઈ મેન્સન અને મૌલવી સાજીદ ભાઈ (કાજલ રોડવેજ વાળા ) નું ભાલેજ જનરલ હોસ્પિટલ ના મેનેજમેન્ટ ટીમ ના વોહરા જુનેદ મોદી એ પુષ્પગુછ થી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ભાલેજ જનરલ હોસ્પિટલ ના તમામ ડોક્ટર નું અફઝલ ભાઈ મેન્સન અને મૌલવી સાજીદ ભાઈ કાજલ રોડવેજ વાળા એ પુષ્પગુછ આપી ને સ્વાગત કર્યું હતું આ કેમ્પ માં ૧૧૪૮ થી વધારે દર્દીઓ એ ભાગ લીધો હતો આ કેમ્પ માં ફ્રી માં ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું.. ફ્રી માં હૃદય નો કાડીયોગ્રામ કાઢી આપવામાં આવ્યો હતો..ફ્રી માં સુગર ચેકઅપ કરી આપવામાં આવ્યું.. ફ્રી માં દવાઓ નું વિતરણ પણ કરવામાં આવ્યું. તથા જે જરૂરત મંદ દર્દી ને સારવાર ની જરૂર છે ઓપરેશન ની જરૂર છે તેવા તમામ દર્દી ને ભાલેજ જનરલ હોસ્પિટલ માં આયુષ્યમાન થકી મફત માં સારવાર અને ઓપરેશન કરી આપવામાં આવનાર છે દર્દી નો ઘસારો એટલો વધી ગયો હતો કે કેમ્પ નો સમય 3 વાગ્યા ની જગ્યા એ 5 વાગ્યા સુધી નો કરવો પડ્યો હતો, કેમ્પ માં તમામ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહી ને કેમ્પ ને સફળ બનાવ્યો હતો અને આગામી સમય માં અતિ વિશાળ કેમ્પ નું આયોજન કરી જરૂરિયાત ધરાવતા દર્દીઓ ની નિઃશુલ્ક સેવા કરવા ની ભાવના સાથે જુનેદવહોરા એ સર્વે નો હ્ર્દય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા, આણંદ)