1
0
Read Time:54 Second
ભરુચ તાલુકાનાં થામ રઝા મેમોરીયલ હાઈસ્કુલ અને દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ ખાતે પ્રજાસત્તાક પર્વની આન બાણ અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શુક્રવારના રોજ, ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે થામના દારૂલ ઉલૂમ મોઈનુલ ઇસ્લામ ના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષક સમસાદ અલી સૈયદ, મૌલાના સાજીદ પટેલ,કારી રિયાઝ જાદવ તેમજ કુ.ખદીજા પટેલનું તેઓની સંસ્થામાં સુંદર કામગીરી અને સેવાઓને બિરદાવી તેઓનું સન્માન કરાયું હતું.
રિપોર્ટ: સૈયદ અમજદ (બાપુ)