અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી હાયકલ કંપનીને જીપીસીબી વિભાગે 15 દિવસની શરતી મુદ્દત આપતી ક્લોઝર નોટિસ ફટકારી હતી. કંપનીમાં 23 ફેબ્રુઆરીના રોજ થયેલા ટેન્ક લીકેજ તેમજ એચ.સી.એલના ડેટા મિસ મેચ થતા નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે કંપની દ્વારા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંકબંધ હોવાનું નિયમનું પાલન કરવા હાયકલ કટિબદ્ધ હોવાનું નિવેદન જાહેર કર્યું હતું. પાનોલી જીઆઇડીસી ખાતે આવેલા મલ્ટીનેશનલ કંપની હાયકલ ખાતે ગત 12 ફેબ્રુઆરીના રોજ ટેન્ક લીકેજની ઘટના બની હતી. જેના જીપીસીબીને એચ.સી.એલના મેનેજમેન્ટના જરૂરી ડેટા આપવાના હોય છે. તેમાં ડેટા મેચ નહીં થતાં તેમજ મિસ મેનેજમેન્ટ જણાતા આ બંને મુદ્દે અંકલેશ્વર GPCB કચેરી દ્વારા વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો. જે રિપોર્ટ આધારે હાયકલ કંપની 15 દિવસની શરતી મુદ્દત આપતી ક્લોઝર નોટિસ ફટકારી હતી.આ મામલે કંપનીએ પોતાનું નિવેદન જારી કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હાયકલમાં પર્યાવરણના નિયમોને ખુબજ ગંભીરતાથી લે છે. કંપની પર્યાવરણ નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજે છે. પર્યાવરણ સંતુલન જાળવી રાખવા કંપની કટિબદ્ધ છે. નિયમ આધારે સત્તાવાળાઓ (જીપીસીબી) દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. આ બાબતે તાત્કાલિક અને યોગ્ય પગલાં કંપની દ્વારા લેવામાં આવી રહ્યા છે. જીપીસીબીના આદેશ અનુસાર વહેલી તકે નિયમાનુસાર જરૂરી સુધારા-વધારા કરવા માટેની બેઠક કરી નિવેડો લાવી રહ્યા છે.
ડેટા મિસ મેચ થતા નોટિસ ફટકારવામાં આવી:પાનોલી જીઆઇડીસીની હાયકલ કંપનીને GPCBએ 15 દિવસની શરતી મુદ્દતની ક્લોઝર નોટિસ ફટકારી
Views: 139
Read Time:2 Minute, 10 Second