
પત્રકાર વિનોદ દુઆ નું નિધન . તેઓ ઘણા સમયથી બીમાર હતા . વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી . મલ્લિકાએ જણાવ્યું કે વિનોદ દુઆના અંતિમ સંસ્કાર લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે. વિનોદ દુઆએ દૂરદર્શન અને એનડીટીવી ઈન્ડિયામાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમને વર્ષ 1996 માં રામનાથ ગોએન્કા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા .