અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગરમાં આવેલી વાસણ ભંડારની દુકાનમાં GIDC પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે દુકાનમાંથી નાની-મોટી 14 બોટલ, રીફીલીંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ રૂ. 7700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દુકાનદારની ધરપકડ કરી વધુ પૂછપરછ આદરી હતી.અંકલેશ્વર GIDC પોલીસની ટીમ સારંગપુર ગામમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મીરાનગર ખાતે આવેલા પાકીઝા હોટલ બાજુમાં ખુશી વાસણ ભંડારની દુકાનમાં ગેરકાયદેસર રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકી ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહીતી મળી હતી. જેના આધારે પોલીસે ખુશી વાસણ ભંડારની દુકાનમાં સર્ચ કરતા નાની-મોટી બોટલ વજન કાંટા પર મૂકી ગેસ પાઇપ વડે રીફીલીંગ કરતા આબાદ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી નાની-મોટી 14 ગેસ બોટલ, વજન કાટો અને પાઇપ મળી રૂ.7700નો મુદ્દામાલ જપ્ત કરી દુકાન સંચાલક રામનિવાસ ઉર્ફે ચિંકુ શિવ ચંદ્ર યાદવની ધરપકડ કરી વધુ પુછપરછ ચલાવી છે..
અંકલેશ્વરના મીરાનગરમાં વાસણ ભંડારની દુકાનમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું; GIDC પોલીસે દુકાનદારની ધરપકડ કરી
Views: 119
Read Time:1 Minute, 27 Second