0
0
Read Time:55 Second
ભરૂચના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પાલેજ નજીક ત્રણ ટ્રકો વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં છ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત થતાં રસ્તો બ્લોક થતાં હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ખુલ્લો કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો છે. જોકે હાઇવે ઉપર કન્ટેનર, ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા છે…