જનરેટરના બોક્સમાં દારૂની હેરાફેરી:ભરૂચ હાઇવે પર પાલેજ સીટી પોઈન્ટ હોટલ પાસેથી ટ્રકમાં લઇ જવાતો 69 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો
ભરૂચ એલસીબીએ પાલેજની સીટી પોઈન્ટ હોટલ પાસેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો 69 લાખનો વિદેશી દારૂ મળી કુલ 81 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.ભરૂચ એલસીબીનો સ્ટાફ આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખી સ્પેશયલ પ્રોહીબીશન ડ્રાઈવના પેટ્રોલીંગમાં પાલેજ વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ ટ્રક નંબર-એમ.એચ.12.એલ.ટી.5918માં વિદેશી દારૂનો જથ્થો ભરી બે ઈસમો જઈ રહ્યા છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકરભાઈ પટેલ સહિતનો સ્ટાફ પાલેજની સીટી પોઈન્ટ હોટલ પાસે વોચ ગોઠવી ઉભો હતો તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર રહેલ ડીજી સેટ જનરેટરના પ્લાયના બોક્સમાં સંતાડેલ વિદેશી દારૂની 69 હજાર696નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 69 લાખનો દારૂ અને બે ફોન તેમજ ટ્રક મળી કુલ 81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મધ્ય પ્રદેશના બાલસમદ મેજરપુર કોલોની નુરાની મસ્જીદ પાસે રહેતો ટ્રક ચાલક મોસીનખાન સિરાજખાન મેવાતી અને ક્લીનર રવિ કમલેશ ડામરાને ઝડપી પાડયો હતો ઝડપાયેલ બંનેની પોલીસે પુછપરછ કરતા મધ્ય પ્રદેશના બાલસમદના આરીફખાન રહેમાનખાન અને તેના ભાણેજે ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરી આપી વડોદરાની ગોલ્ડન ચોકડીથી હાલોલ રોડ ઉપર હોટલ કે ગામમાં લઇ જવાનું કહ્યું હોવાની કબુલાત કરી હતી.પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહીત ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.