ચોમાસાની મોસમ જ્યાં શહેરી વિસ્તારો અને કેટલાક લોકો માટે ખુશનુમા બની જાય છે ત્યાં હજારો લાખો લોકો માટે અત્યંત પીડાદાયક પણ બની રહે છે. વાત છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સારિંગ ગામની. જ્યાં છેલ્લા 50વર્ષથી ચોમાસાની ઋતુ ગ્રામજનો માટે આફત લઈ ને આવે છે. સ્મશાનના અભાવે ગ્રામજનોને ધસમસતા પાણીમાં અંતિમવિધિ માટે નનામી લઈ જવા મજબૂર બને છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલું સરિંગ ગામ છે જ્યાં છેલ્લા 50 વર્ષથી ચોમાસાની ઋતુ આદિવાસી સમાજ માટે આફત લઈ ને આવે છે.છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ સ્મશાન બનાવવાંને લઈ અનેક વાર રજૂઆત કરી ચૂકી છે,પરંતુ આદિવાસી સમાજની રજૂઆતને આજદિન સુધી કોઇએ ધ્યાને ન લેતા ભારે રોષની લાગણી ફરી વળી છે, આજ રોજ સારીંગ ગામમાં આદિવાસી સમાજમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા લોકો પોતાના જીવને જોખમમાં મૂકી સ્વજનની અંતિમ યાત્રા પાણીમાંથી કાઢવા મજબૂર બન્યા હોવાના દ્શ્યો કેમેરામાં કેદ થયા હતા, જ્યાં આદિવાસી સમાજના લોકો નનામી સાથે પોતાના જીવ જોખમ માં મૂકી કેર કેડસમા પાણીમાંથી પસાર થતા નજરે પડ્યાં હતાં તો બીજી બાજુ સ્મશાનગૃહનો પણ અભાવ હોવાના કારણે ખુલ્લામાં જ અંતિમ ક્રિયા કરવા મજબૂર બન્યા હતા,ત્યારે વહેલી તકે સ્મશાનગૃહ ની સુવિધા ઉપલબ્ધ કરાવવા આદિવાસી સમાજ ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ સાંસદ મનસુખ વસાવાને ગુહાર લગાવવામાં આવી હતી.
50 વર્ષથી સ્મશાનગૃહનો અભાવ:સારીંગ ગામના આદિવાસી સમાજમાં રોષ; કેડસમા પાણીમાં નનામી લઈ જવા મજબૂર
Views: 123
Read Time:2 Minute, 2 Second