અંકલેશ્વરમાં કારમાં બકરા ચોરી જતાં આરોપીઓને પોલીસે ગણતરીના દિવસોમાં દબોચ્યાં; એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી

અંકલેશ્વર સ્ટેશન ટાંકી ફળિયામાંથી પાંચ દિવસ પહેલા થયેલી બકરા ચોરીના ગુનાને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બકરા ચોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર સ્ટેશન રોડ ટાંકી ફળિયામાં રહેતી ગુલામબીબી સલીમ ઇબ્રાહીમ પટેલના મકાનમાં 17મી ફેબ્રુઆરીના રોજ પશુ ચોર ત્રાટકયા હતા. તેઓએ
મકાનની ગ્રીલ કાપી તાળું તોડીને મકાનમાં પ્રવેશ કરીને એક ફોરવ્હીલ કારમાં નાના-મોટા બકરા અને બકરીઓ મળીને કુલ 12 પશુઓની ચોરી કરી ગયા હતા. જે મામલે ગુલામબીબીએ પોલીસ મથકે પશુઓ કિં.રૂ. 98 હજારના ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સીસીટીવી ફુટેજ અને સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા બકરા ચોરીમાં વપરાયેલી ગાડીનો નંબર મેળવી ગાડી કરજણ ટોલ અને માંડવા ટોલ પાસેથી પસાર થઈ હોવાનું ખુલ્યું હતું. જોકે બાતમીદારે આ ગાડી વટવા-અમદાવાદ ખાતે રહેતા પપ્પુ ગુલાબભાઈ ચુનારાની પાસે હોવાનું જણાવ્યું હતું.
જેની માહિતી મળતાની સાથે અંકલેશ્વર પોલીસ વટવા પહોંચી સ્થાનિક પોલીસની મદદથી ગાડીના માલિક પપ્પુ અને અન્ય એક આરોપી દિપક રાજકુમાર પટેલને ગાડી સાથે અંકલેશ્વર લાવી કડકાઇથી પૂછતાછ કરતા તેઓએ જ આ બકરાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં તેમનો અન્ય એક સાગરીત ધોળકાનો ઇમરાન ઉર્ફે કાબરોને વોન્ટેડ જાહેર કરી તેમની પાસેથી એક બ્રેઝા કાર કિં.રૂ. 5 લાખ, એક એપલ મોબાઈલ કિં.રૂ. 20 હજાર અને બીજો Y 15 મોબાઈલ કિં.રૂ.5 હજાર મળીને કુલ રૂ. 5,25,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનાની તપાસ પીએસઆઈ એ.એસ.ચૌહાણ ચલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કામનો વોન્ટેડ આરોપી ઇમરાન ઉર્ફે કાબરો અંકલેશ્વરના વિસ્તારોથી વાકેફ હોવાથી અને બનાવ પહેલા તે ફરીને રેકી કરી લેતો હતો. ત્યારબાદ આરોપી પપ્પુ અને અન્ય આરોપી સાથે શુક્રવારે અથવા શનિવારે ગાડી લઈને આવી મકાન તેમજ વાડાના બકરા ગાડીમાં ભરી અમદાવાદ જઇ રવિવારી બજારમાં સીધા વેચી દેતા હતાં.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ SOGની ટીમે અનાજ કરિયાણાની દુકાનની આડમાં ચાલતા ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો; પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની અટકાયત કરી

Thu Feb 23 , 2023
ભરૂચ LCBની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ફાર્મ હાઉસ ભાડે રાખીને ગેસ રિફિલિંગ કરીને ગેસની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ત્યારે ભરૂચ SOGની ટીમે પણ અનાજ કરિયાણાની દુકાનની આડમાં ગેસ બોટલ રિફિલિંગ કરતાં એક ઇસમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ એસ.ઓ.જીની ટીમના બે જવાનોને સયુંકત બાતમી મળી […]

You May Like

Breaking News