ભરૂચ, ભચાઉ, કચ્છ-ભુજ સહિત ગુજરાતના ભૂગર્ભમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ 25 હજાર જેટલા નાના-મોટા આંચકા આવી ગયા છે. કચ્છ પછી ધરતીકંપનો સૌથી વધુ ખતરો 600 કિમી લાંબી નર્મદા ફોલ્ટલાઇન પર રહેલો છે.26 જાન્યુઆરી 2001ના ભૂકંપના આંચકાઓ બાદ વર્ષ 2006માં ગાંધીનગરના રાયસણ ખાતે સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી અને ત્યાર બાદ 17 ઓગસ્ટ 2006થી તો ધરાના પેટાળમાં થતી નાનામાં નાની હલચલ પર પણ બાજનજર રાખવામાં આવી રહી છે. રેડ એલર્ટ પર કહેવાતા અને ઝોન-5માં આવતા કચ્છ જિલ્લામાં હજુ પણ રોજબરોજ ભૂકંપના સંખ્યાબંધ આંચકા આવી જ રહ્યા છે. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના રેકોર્ડ પર નજર કરીએ તો છેલ્લાં 9.5 વર્ષમાં ભૂૂકંપના 771 આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 3 મેગ્નિટયૂડથી વધારે રહી હતી. વર્ષ 2001 પછી ગુજરાતના પેટાળમાં 25 હજારથી પણ વધારે ધ્રુજારી, ભૂકંપિય કંપનો ભારતના જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાથી લઈને યુકેના ઈન્ટરનેશનલ સિસ્મોલોજિકલ રિચર્સ સેન્ટર જેવાં અનેક સેન્ટરોએ નોંધ્યા છે.વરસાદ, ગરમી, દરિયાના ચક્રવાત, પેટાળમાં જળનો સ્તર જેવાં અનેક પરિબળો ભૂર્ગીભય સંરચનાઓમાં ફેરફાર કરે છે. આવા ફેરફારોથી રિક્ટર સ્કેલ પર 1.1થી 2.9 મેગ્નિટ્યૂડનાં અનેક કંપનો આવતાં રહેતા હોય છે. એની કોઈ અસર થતી નથી. સામાન્ય નાગરિકોને તો એની ફીલિંગ પણ ન આવે! પણ 3 મેગ્નિટ્યૂડથી ઉપરનાં કંપનો મનુષ્ય અને તેમના દ્વારા સર્જાયેલી દુનિયા માટે નોંધવા જરૂરી છે.ISRની સ્થાપના વર્ષ 2006માં થઈ, ત્યાર પછી ગુજરાતના પેટાળમાં થઈ રહેલા ફેરફાર મુજબ છેલ્લાં 20 વર્ષમાં 2019 સુધી 3 મેગ્નિટ્યૂડથી વધારે તીવ્રતાના 1608 આંચકા નોંધાયા છે. 26મી જાન્યુઆરી 2001 પછીના આંચકાઓમાં મનુષ્યો કે તેમણે સર્જેલી દુનિયાને ખાસ કોઈ નુકસાન થયું નથી.ઉત્તર ગુજરાતથી ખંભાતના અખાતથી દરિયાઈની અંદર સુધીનો સીધો ભાગ કેમ્બે ફોલ્ટલાઈન પર છે. સિસ્મોલોજિસ્ટ એને હિમાલય ફોલ્ટઝોન સાથે કનેક્ટેડ ગુજરાતની મુખ્ય ફોલ્ટલાઈન તરીકે ઓળખાવે છે. જ્યારે વડોદરા, ભરૂચથી સુરત, નવસારી સુધીનું દક્ષિણ ગુજરાત નર્મદા ફોલ્ટલાઈન પર આવેલું છે. આ ફોલ્ટલાઈન પણ હિમાલયન ફોલ્ટઝોન કનેક્ટેડ છે, જેનો બીજો છેડો આખા મધ્યપ્રદેશને કવર કરે છે. કચ્છ એક અલગ જ પ્રકારની કચ્છ મેઇન ફોલ્ટલાઈન પર છે, એમાંથી જ કાળક્રમે અલગ થયેલી કટરોલ હિલ ફોલ્ટ, સાઉથવેગડ, આઈસલેન્ડ વેલ્ડ, અલ્લાબંધ, નોર્થ વાગડ જેવી 6 ફોલ્ટલાઈનનું આખા ક્લસ્ટરે 2001 પછીના ભૂકંપથી 11 મિલીમીટર જેટલી મૂવમેન્ટ કરી હતી.ગુજરાતમાં કચ્છ પછી સૌથી વધારે ભૂંકપનો ખતરો નર્મદા ફોલ્ટલાઈનમાં રહ્યો છે. હિમાલયન ઝોનમાં ઈન્ડિયન પ્લેટ સાથે કનેક્ટેડ અને મધ્યપ્રદેશથી આવતી અને ઉત્તર ગુજરાતની કેમ્બે ફોલ્ટલાઈન સાથે ખંભાત- ભરૂચના દરિયામાં જોડાતી નર્મદા ફોલ્ટલાઈન 600 કિલોમીટરથી પણ વધારે લાંબી છે. સિસ્મોલોજિસ્ટ એને સોન નર્મદા તરીકે ઓળખે છે. એના ગુજરાત સ્થિત રિફ્ટ ઝોનમાં લાંબા સમયથી ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ સર્વેક્ષણો શરૂ કર્યા છે. ભરૂચ, દેડિયાપાડા, નર્મદા વિસ્તારમાં લાંબા સમયના ભૂકંપોની આફતો જાણવા અને એને ટાળવા માટે જિયોફિઝિકલ ફોલ્ટના નકશાઓ બનાવવા સરકારે સર્વેક્ષણો શરૂ કરાવ્યાં હતાં. એને આધારે આર્કિટેક્ટ, એન્જિનિયરોને ભૂકંપ પ્રતિરોધક બાંધકામો બનાવવા માર્ગદર્શન આપવામાં છે.
ભરૂચ, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં 2001 પછી 25 હજારથી પણ વધારે નાના-મોટા આંચકા અનુભવાયા
Views: 78
Read Time:4 Minute, 47 Second