એન.એચ.આઈ દ્વારા માંડવા ખાતે 11000 વૃક્ષ વાવેતર સાથે યોગ દિવસ ની ઉજવણી કરી કરી હતી. 40000 હજાર વૃક્ષો નું વાવેતર કરવાનો નિર્ધાર વ્યક્ત કરી હાઇવે ના માર્ગો પર જ્યાં વૃક્ષ ના હોય તેવા ગેપ માં વૃક્ષો વાવી હરિત કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો હોવાનું એન.એચ.આઈ ઓથોરિટી એ જણાવ્યું હતું.અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે 11000 વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. NHAI દ્વારા એન.એચ.48 પર 40000 હજાર વૃક્ષો વાવવા લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરજ સિંહ ના વરદ હસ્તે વૃક્ષારોપણ નું શુભ આરંભ કરવામાં આવ્યો હતો.અને આ પ્રસંગે આસીસ્ટન્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રાહુલ જલન , વિવેક સિંગ, દિગ્વિજય પ્રતાપ સિંહ, રાજુભાઈ, દિલીપસિંહ, જસવંત સિંહ તથા મહેમાનો હાજર રહ્યા હતા. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરજ સિંહ એ આજ ના દિવસ ને વૃક્ષા રોપણ માટે થયેલ પસંદગી અને આપણા જીવન માં વૃક્ષા રોપણ નું મહત્વ ની સમજ આપી હતી.
Spread the love ભરૂચ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારમાં ભરૂચ પોલીસ દ્વારા જગન્નાથ રથ યાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં. આગામી 1 જૂલાઇના રોજ અષાઢી બીજના રોજ શહેરના ફૂરજા વિસ્તારમાંથી દર વર્ષની જેમ ભગવાન જગન્નાથની રથયાત્રા […]