0
0
Read Time:1 Minute, 4 Second
કેવડિયા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સજજ બની ગયું છે તેવામાં સોમવારની મોડી રાત્રે કેવડિયામાં ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. રાત્રે 10ઃ07 કલાકે આવેલાં ભૂકંપના હળવા આંચકાનું એપી સેન્ટર કેવડિયાથી 12 કિ.મી. દૂર નોંધાયું હતું.કેવડિયામાં નર્મદા ડેમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલાં છે. બંને માળખાઓને ભૂકંપપ્રુફ બનાવવામાં આવ્યાં છે. કેવડિયામાં મંગળવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે અને તે પુર્વે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ગાંધીનગરના સીસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટર ખાતે કેવડિયામાં આવેલાં ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે. ભરૂચ અને નર્મદા જિલ્લો ભૂકંપની ફોલ્ટ લાઇન પર આવેલાં છે. બંને જિલ્લામાં અવારનવાર આંચકા આવે છે.