Read Time:1 Minute, 17 Second
ઝઘડિયાના ફુલવાડી પાસેથી મુન્નાભાઈ એમબીબીએસ ડોક્ટર ઝડપાયો
પોલીસ મહાનિરિક્ષક, તથા ભરૂચ જીલ્લા પોલીસ વડા હાલમાં ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બાતમી આધારે સુધાંગશુ સશાંક બિસ્વાસ ઉ.વ. 40 હાલ રહે. ફુલવાડી, ત્રણ રસ્તા તા.ઝઘડીયા જી.ભરૂચ મુળ રહે, ગોબીંદપુર કોલેની, પાલપરા જી. નદીયા થાણા- હાંસખલીનો કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના એલોપેથિક દવાઓ, મેડીકલના સાધનો તથા ઇન્જેક્શન સાથે મળી કુલ કિ.રૂ.16,156ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને અટક તેની સામે ગુનો નોંધ્યો હતો.