ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ગ્રામ પંચાયત દ્વારા જી.ઇ.બીને બાકી પડતા અંદાજીત ચાર લાખ રૂપિયાની રકમના નાણાં ન ભરપાઇ કરતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નેત્રંગ ગ્રામ પંચાયતનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયતનું વીજ કનેકશન કપાતા હજારો લોકોની વસ્તી ધરાવતા નેત્રંગ પંથકમાં તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છેલ્લા દિવસથી જોવા મળતા લોકોને સૂર્ય ધરતા જ અંધકારમય વાતાવરણમાં રહેવાનો વારો આવ્યો છે. સાથે જ મુખ્ય માર્ગો પર પણ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.જાણવા મળ્યા મુજબ, નેત્રંગ ગ્રામ પંચાયતના તલાટીને કોરોના થયો હોવાથી ચેક પર સહી તલાટીની ચાલતી હતી. સહી ન થતા વીજ મીટર કપાયું છે, જે અવારનવાર સમયમાં વીજ બિલના નાણાંની ભરપાઇ કરી ફરી વીજ કનેકશન રાબેતા મુજબ કરવાની તજવીજ શરૂ કરાઇ હોવાનું ગ્રામ પંચાયતના સૂત્રો દ્વારા જણાવાયું છે.