ભરૂચ SOG પોલીસે વાલીયા ચોકડી આશિર્વાદ હોટલ પાસે બોલેરો પીકઅપ ગાડીમાંથી શંકાસ્પદ PREGABALIN કેમીકલ પાઉડર ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડી જોડે હાજર બે ઇસમોને પણ પકડી કુલ રૂ. 8.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ SOG પીઆઈ એ.એ.ચૌધરી અને PSI આર.એલ.ખટાણા પોલીસ સ્ટાફ સાથે અંકલેશ્વર વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા. તે સમયે માહિતીના આધારે વાલીયા ચોકડી આશિર્વાદ હોટલ પાસે એક બોલેરો પીકઅપ ગાડી ચેક કરતા તેમાં બે નંગ ડ્રમમાં PREGABALIN કેમીકલ પાવડર 50 કિ.ગ્રા. કિ.રૂ.1,60,000નો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ત્યાં હાજર કર્મિરામ વિરારામ હોતીજી અને રામમિલન દૂનમૂન ઓરી રાજપુતને તેના ખરીદ બીલ અને આધાર પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.જેથી SOG પોલીસ ટીમે તેમના વિરુદ્ધ CRPC કલમ 102 મુજબ PREGABALIN કેમીકલ પાવડર 50 કિ.ગ્રા. કિ.રૂ.1,60,000, એક બુલેરો પિકઅપ ગાડી કિંમત રૂ.7 લાખ અને બે નંગ મોબાઈલ. કિં.રૂ. 10 હજાર મળીને કુલ.રૂ .8,70,000નો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબ્જે કરીને બંને ઇસમો વિરુદ્ધ CRPC કલમ 41(1)ડી મુજબ અટક કરીને તેમની પૂછતાછ કરાઈ હતી.જેમાં રામમિલને જણાવ્યું હતું કે, તેઓ પાનોલી GIDCમાં આવેલા પ્રકાશ કેમિકલ્સમાંથી માલ ભરી મુંબઇ ખાલી કરવા નીકળ્યા હતા. જેમાં રસ્તામાં અન્ય ઇસમ કર્મિરામે બે ડ્રમમાંથી ઓરિજિનલ માલ કાઢી અને તેમા સફેદ મિઠું ભરી મુંબઇ ખાતે ખાલી કરી દીધું હોવાથી જે બાબતે પ્રકાશ કેમિકલ કંપનીને જાણ કરતા રીકવર કરેલા માલ તેઓનો જ હોવાનું જણાવ્યું હતું. જેથી આ બાબતે પાનોલી પોલીસ મથકમાં ખાતે કલમ 407 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પાનોલી પોલીસ ચલાવી રહી છે.
શંકાસ્પદ PREGABALIN કેમીકલ પાઉડર ઝડપાયો:ભરૂચ SOG પોલીસે કેમીકલ પાઉડર સાથે બે લોકોને ઝડપ્યા; પોલીસે કુલ રૂ. 8.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી
Views: 131
Read Time:2 Minute, 28 Second