ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે નવનિર્મિત એપીએમસી, રેસ્ટ હાઉસ અને ખેડૂત કેન્ટિન નું લોકાર્પણ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલના હસ્તે કરાયું

Views: 79
0 0

Read Time:3 Minute, 17 Second

સી આર પાટીલ ના હસ્તે દૂધધારા ડેરી દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ ખોરાકની કીટ અર્પણ કરાઇભરૂચના જંબુસર ખાતે એપીએમસી ના નવનિર્મિત બિલ્ડિંગ નું લોકાર્પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ વરદ હસ્તે કરવામાં આવ્યું. જંબુસર એપીએમસીમાં આ સાથે રેસ્ટ હાઉસ અને કેન્ટિન નું પણ લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદક બહેનો મંડળીમાં દૂધ ભરે અને સમયસર ખાતાના રૂપિયા આવી જાય એ ફક્ત ભાજપાની સરકાર દ્વારા ગુજરાતમાં શક્ય બન્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સહકાર ક્ષેત્રને મજબૂત કરવાનો નિર્ધાર કર્યો છે. વધુમાં પાટીલે જણાવ્યું હતું કે કહેવાતા ચમરબંધી ઓને ધૂળ ચાટતા ભાજપાએ કર્યા છે. ખેડૂતોને તેમજ સામાન્ય નાગરિકોને સરકારી તમામ સુવિધા મળે તે માટે ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા જે પ્રયાસો કરાયા છે, તે માટે ભરૂચ ની ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા. લોકો ની અપક્ષાઓ મુજબ જે પ્રમાણે ગુજરાતમાં સરકાર અને સહકારી ક્ષેત્રમાં જે કામ થાય છે તે પ્રમાણે દેશમાં પણ કાર્ય થશે. આવનાર દિવસોમાં ડિસેમ્બર માં ચુંટણીઓ આવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા જે પ્રમાણે આયોજનો કરાયા તે સરાહનીય છે. આપણી સંસ્કૃતીને જે તોડવાનો જે પ્રયાસ કરે તેને પાઠ ભણાવી દેવો જોઈએ, ત્યારે કેટલાક લોકો મફતની વાત કરીને સંસ્કૃતિની ઉપેક્ષા કરે છે. તેમને આવનાર સમયમાં જડબાતોડ જવાબ આપવાની જરૂર છે. કેટલાંક લોકો દ્વારા મફત આપવા ના વચનો આપવામાં છે પણ આ દેશનો કોઈ વ્યક્તિ તનતોડ મહેનત વગર મફતનું ક્યારેય ખાતો નથી.

આ પ્રસંગે વિ.સ.ના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ, જંબુસરના ધારાસભ્યો સંજયભાઈ સોલંકી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, અલ્પાબેન પટેલ, ભાજપા જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી નિશાંત મોદી, નાહિયેર ગુરુકુળ ના ડી.કે.સ્વામી, કૃપાબેન પટેલ, સહિત મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દહેજ રિલાયન્સ કંપનીમાંથી ચોરી થયેલ મુદ્દામાલ રાજસ્થાનના અખીપુરાથી શોધી કઢાયો

Sat Apr 16 , 2022
Spread the love              દહેજ રીલાઈન્સ કંપનીમાંથી RELPET QH5821 ( સફેદ પાવડર ) બેંગ નંગ ૩૬ , મેટ્રીક ટન- ૪૧.૪૦૦ , કિં.રૂા .૬૦.૩૩,૨૨૨ / – નો માલ વિશ્વાસધાત , ઠગાઇ કરી મુદામાલ સગેવગે કરેલ જે ગુનામાં ગણતરીના દિવસોમાં “ રાજસ્થાનના અખીપુરા ગામેથી ” સંપૂર્ણ મુદામાલ કબ્જે કરતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ […]

You May Like

Breaking News

error: Content is protected !!