નારેશ્વર રોડ પર ઝનોરના3 લોકોના ભુમાફિયાઓના ડમ્પર અડફેટે મોત બાદ અધિકારીઓને સ્થળ ઉપર ખખડાવતા ભરૂચના સાંસદનો વિડીયો વાયરલ થયો હતો. બુધવારે સાંસદે ઝઘડિયામાં જાહેર કાર્યકમમાં મંચ પરથી કહ્યું હતું કે, રેતી માફિયા બેફામ બન્યા છે, એમનાથી મને પણ ભય લાગે છે.હવે ઝઘડિયામાં એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સાંસદ મનસુખ વસાવા એ મામલતદાર અને અન્ય અધિકારીઓ ઉપર અપશબ્દોનો ચલાવેલા મારા સંદર્ભે વધુ એક ફોડ બહાર પાડ્યો છે. સાંસદે કહ્યું હતું કે, હું જ્યાં 3 મૃતકોના લોહીના ધબ્બા પડ્યા હતા ત્યાં ફૂલ ચઢાવતો હતો ત્યારે અધિકરીઓ જાણે તેમના બાપની જાનમાં આવ્યા હોય તેમ ખિસ્સામાં હાથ નાખી ઉભા હતા અને પછી શું મને ગુસ્સો આવ્યો.ભય વિના પ્રીતિ નહિ હોવાનું પણ મનસુખ વસાવા એ જણાવી આ બેફામ બનેલા રેતી માફિયાથી તેઓને પણ ભય હોવાનું નિવેદન આપ્યું હતું. પાલેજ નારેશ્વર રોડ ઉપર માલોડ ગામના પાટિયા પાસે 3 લોકોને ડમ્પરે કચડી નાખવાની ઘટનામાં ગ્રામજનો રાત સુધી સ્થળ પર હાજર હતા.પોલીસ પણ દોડી આવી હતી પરંતુ રાતે 2 વાગ્યા સુધી એક પણ અધિકારી ફરકયો નહિ હોવાનો ઉભરો આજે MP મનસુખ વસાવા એ ઠાલવ્યો હતો. સાથે જ ભય વિના પ્રીતિ નહિ હોવાનુ નિવેદન આપી સાંસદે વધુમાં કહ્યું હતું કે, મને પણ આ રેતી માફિયાઓથી ભય છે. તેઓની આંખમાં હું ખુચુ છું.ગમે ત્યારે મારો પણ ખેલ ખેલી નાખે. એટલે રાતે મારા પર ફોન ઉપર ફોન આવતા હતા પરંતુ મારો ડ્રાઈવર જતો રહ્યો હોય, મારી સિક્યોરિટીને લઈ હું રાતે ઘટના સ્થળે ગયો ન હતો. હું માત્ર બોલું જે બોલવાનું હોય મારું નહિ, એટલો તો સમજદાર હોવાનું પણ સાંસદે વધુમાં જણાવ્યું હતું.
અધિકારીઓ ખિસ્સામાં હાથ નાંખી ઉભા રહેતાં ગુસ્સો આવતાં તેમને ઠપકો આપ્યો
Views: 85
Read Time:2 Minute, 20 Second