ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનુ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો.

Views: 33
0 0

Read Time:3 Minute, 7 Second

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂ. 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનુ સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો હતો.જેથી અકસ્માતમાં માથામાં થયેલા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સીટી સ્કેન કરાવવાની સુવિધાઓ નજીવા ખર્ચે મળી રહેનાર છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યાંથી ડો.કિરણ. સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે.જેમાં વધુ એક સુવિધાનો આજ રોજ શુભારંભ કરાયો છે.ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેમને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરાવવા માટે જવું પડતું હતું.જેનું ધ્યાન રાખીને ડો.કિરણ. સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂ.1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનુ અત્યાધુનિક સીટી સ્કેન મશીનનો મંગાવી તેનું ઈન્સ્ટોલેશન કરાવી આજ રોજ વિધિવત રીતે શુભારંભ કરાયો હતો. ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડો,મિતેષ શાહના વરદ હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો હતો.આ પ્રસંગે ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડો,ગોપીકા મેખિયા અને ડૉ પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ અંગે ડો,મિતેષ શાહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,આ એક 64 સ્લાઇસનુ અત્યાધુનિક સીટી સ્કેન મશીનને આજથી કાર્યકત કરવામાં આવ્યું છે પરંતુ દર્દીઓ પાસે તેની ફિસ કઈ રીતે લેવી તે અંગે કલેકટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે.જે સંકલન સમિતિમાં લેવાયા બાદ નક્કી કરવામાં આવશે.પરતું અમારી સંસ્થા દ્વારા લોકોને નજીવા દરે આ સુવિધા મળી રહે તેવા પ્રયત્નો અમારા દ્વારા કરાઈ રહ્યા છે.પરતું અહીંયા આવતા અકસ્માતના દર્દીઓને હવે સીટી સ્કેન માટે ભટકવું નહિ પડે તે પાકું છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ: નબીપુર હાઇસ્કુલ નુંSSC નું 70.93 % અને HSC નું 94.27 % પરિણામ, હંમેશની જેમ છોકરીઓએ બાજી મારી.

Sat May 11 , 2024
Spread the love             આજરોજ ગુજરાત રાજ્યનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું જેમાં નબીપુર સાર્વજનિક હાઇસ્કુલનું 70.93 % પરિણામ આવ્યું હતું. જેમાં અપેક્ષિત રીતે વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઈ છે. જેમાંબોરા સાનીઆ ઇમરાન 93 % સાથે પ્રથમ ક્રમાંક, છીપા આલિયા શબ્બીર 91 % સાથે દ્વિતીય, અને શેખ સોહેબ સલીમ 88.67 % સાથે […]
ભરૂચ: નબીપુર હાઇસ્કુલ નુંSSC નું 70.93 % અને HSC નું 94.27 % પરિણામ, હંમેશની જેમ છોકરીઓએ બાજી મારી.

You May Like

Breaking News

error: Content is protected !!