ભરુચ એલસીબીએ ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં અવેલ દધેડા ગામના ત્રણ સ્થળોએથી ગેસ રીફીલીંગનો પર્દાફાશ કરી ત્રણ ઈસમોને રૂપિયા 1.24 લાખથી વધુના મુદ્દામલ સાથે ઝડપી પાડ્યા હતા.ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા સહિત જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગનું કૃત્ય કરતાં તત્વો સામે પગલાં ભરવા આપેલ સૂચનાને આધારે ભરુચ એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટનાઓના માર્ગદર્શન હેઠળ પીએસ.આઈ આર.કે.ટોરાણી અને ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી પોલીસે મથકની હદમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, દધેડા ગામમાં અલગ અલગ જગ્યાએ દુકાનોમાં ગેસની મોટી બોટલમાંથી નાની મોટી બોટલોમાં ગેર કાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાઓએ રેડ કરતા મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેસ રીફિલિંગ કરતાં ગામના અનમોલ પ્લાઝામાં રહેતો સંતોષકુમાર ચંદેશ્વરરાય યાદવ,અસરગર અલી નજીમ અલી અને અમરેશકુમાર વિરેન્દ્રસિંહ લડુની ધરપકડી કરી સ્થળ પરથી રીફીલીંગ પાઈપ નંગ-૦૩, વજન કાંટા નંગ-૩ અને 51 નંગ સિલિન્ડર મળી કુલ 1.24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગેરકાયદે ગેસરિફલીંગનું કૌભાંડ:ભરૂચ એલસીબીએ ત્રણ શખ્સોને 51 નાનામોટા સિલિન્ડર સાથે ઝડપી પાડ્યા, મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેસ ભરીને વેચાણ કરતા હતા
Views: 178
Read Time:1 Minute, 51 Second