મોરબી જીલ્લાના માળીયા મિયાણા પો.સ્ટેના મર્ડરના ગુનામાં નાતા ફરતા આરોપીને પકડી પાડતી આમોદ પોલીસ ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ નાઓએ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા બાબતેની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.જી.ગોહિલ જંબુસર વિભાગ , જંબુસર તથા સર્કલ પોલીસ ઈન્સ એ.કે.વડીયા નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ અમો આમોદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને બાતમી મળેલ કે એક ઈસમ તથા છોકરી શાંકાસ્પદ હાલતમાં અડવાલા ચોકડી પાસે અંધારામાં બેસેલ છે જે બાતમીવાળી જગ્યાએ જઈ શંકાસ્પદ ઈસમ તથા છોકરીની મૌખિક પૂછપરછ કરતા બન્નેએ કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા તેઓ બન્નેને આમોદ પોલીસ સ્ટેશન લાવી સદર શંકાસ્પદ ઈસમ ભુપતભાઈ સવાભાઈ વડેચા ( ઠાકોર ) રહે ઝીંઝુવાડા , તા દસાડા પાટડી , જી સુરેન્દ્રનગર કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ ? જે બાબતે ખરાઈ કરવા માટે ઈ – ગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા સદર ઈસમની વિરુધ્ધમાં મોરબી જીલ્લાના માળીયા મીયાણા પો.સ્ટે . ગુ.ર.નં પાર્ટ A 111890022107507/2021 ઈ.પી.કો. કલમ 302,323,504,114 મુજબના ગુનાના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવતા સદર ઇસમની ઉડાણપુર્વક પુછપરછ કરતા ગઇ તા . ૧૪/૦૮/૨૦૨૧ ના રોજ મોરબી જીલ્લાના ખાખરેચી ગામની સીમમાં , જીતુભા અમરસંગ જાડેજાના ખેતરમાં કામ કરતા શારદાબેન W / O રણજીતભાઇ બામેટીયાભાઈ વસાવા નાઓનું ખુન કરી નાસતો ફરતો હોવાની કબુલાત કરેલ હોય જેથી સદર ઈસમને CRPc કલમ ૪૧ ( ૧ ) આઈ મુજબ કલાક ૦૧/૩૦ વાગે અટક ( હસ્તગત ) કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીનું નામ : ભુપતભાઈ સવાભાઈ વડેચા ( ઠાકોર ) ઉ.વ.આ ૨૫ રહે ઝીંઝુવાડા , તા દસાડા પાટડી , જી સુરેન્દ્રનગર ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી કર્મચારી : ( ૧ ) પો.સ.ઇ ડી.એ. ક્રિશ્ચિયન ( ૨ ) અ.હે.કો પ્રકાશભાઈ દગડુરાવ બ.નં ૮૦૬ ( ૩ ) પો.કો દિગ્વીજયસિંહ નરેન્દ્રસિંહ બ.નં ૧૩૩ ( ઈ પો.કો મહેન્દ્રસિંહ પરબતસિંહ બ.નં ૫૪૦ ( ૫ ) પો.કો સુરેશજી ગંભીરજી બ.નં પ ૨૮ ( ડ ) પો.કો મનુસિંહ આદરસિંહ બ.નં ૧૫૪૪ ( ૭ ) લો.૨.પો.કો કેતનભાઇ બાબુભાઈ બ.નં ૧૨૩૯
મોરબી જીલ્લાના માળીયા મિયાણા પો.સ્ટેના મર્ડરના ગુનામાં નાશ્તા ફરતા આરોપીને પકડી પાડતી આમોદ પોલીસ…
Views: 78
Read Time:3 Minute, 13 Second