રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં જેમ જેમ વાહનો વધી રહ્યાં છે, તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યાં છે. આજે વાલિયા-અંકલેશ્વર માર્ગ પર બાંડાબેડાની વળાંક પાસે ટેન્કર ચાલકે મોપેડ સવારને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત થયાની ઘટના સામે આવી છે.મૂળ રાજસ્થાનના અને હાલ વાલિયા ગામમાં આવેલ ગણેશ ગાર્ડન ખાતે રહેતો યુવાન પ્રવીણ સિંડલ આજરોજ સવારના અરસામાં એક્ટિવા ગાડી (નંબર-GJ-16-BJ- 7269) લઈ વટારીયા તરફથી વાલિયા ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન બાંડાબેડા ગામની વળાંક પાસે ટેન્કર (નંબર-GJ-06-AZ-6221)ના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે મોપેડ સવારને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે વાલિયા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં યુવાન પુત્રનું મોત નિપજતા પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
વાલિયા-અંકલેશ્વર રોડ પર બાંડાબેડાની વળાંક પાસે ટેન્કરની અડફેટે મોપેડ ચાલકનું મોત..
Views: 70
Read Time:1 Minute, 31 Second