ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે દેશના રમતવીરોએ સારો એવો દેખાવ કર્યો હતો. તો નિરજ ચોપરાએ ઓલમ્પિક ગેમ્સમાં ભાલા ફેંકની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ભારતનું નામ રોશન કર્યુ હતું. જેની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે.ઓલમ્પિક ગેમ્સના ઇતિહાસમાં 121 વર્ષ બાદ ભારત દેશને ગૌરવ અપાવ્યું હતું. આ નીરજ ચોપડાએ ભાલફેંક રમતમાં ગોલ્ડ જીત્યો એની ખેલદિલી અને માનની ઉજવણીના ભાગરૂપે નેત્રંગ એસ. પી.પેટ્રોલ પંપના માલિકે આ વિસ્તારના કોઈ પણ નીરજ નામના વ્યકિતનું સન્માનમાં રૂપિયા 501નું પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી હતી.નેત્રંગ એસ.પી.પેટ્રોલ પંપ વતી નીરજ ચોપડાના સન્માનમાં ફૂલ આપી 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાતના પગલે આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. જયારે નીરજ નામના યુવાનોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી હતી. આ જાહેરાતનો લાભ સોમવારે સાંજે 5 વાગ્યા સુધી લઈ શકાશે. લોકોએ પણ આ ઉજવણીને વધાવી હતી.
નેત્રંગના SP પેટ્રોલ પંપે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે ગોલ્ડ જીતતા શહેરના તમામ ‘નીરજ’ નામના વ્યક્તિઓને 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપ્યું…
Views: 63
Read Time:1 Minute, 24 Second