સ્વામીએ કહ્યું પોલીસ કમિશનર પણ ગાડી મુકવા આવશે PI એ વાતને અવગણી તો રાતોરાત બદલી કરાવાઈ.

રિતેશ પરમાર
અમદાવાદના વાડજ વિસ્તારમાં પોલીસ રાત્રીના સમય કર્ફ્યુનો કડક પાલન કરાવી રહી હતી તે દરમ્યાન એક ફોરચ્યુનર કારને અટકાવી તેમના ડ્રાઈવરથી રાત્રી કર્ફ્યુના સમયમાં બહાર ફરવાનું યોગ્ય કારણ પૂછતાં ડ્રાઈવરે કહ્યું હતું કે આ ગાડી કલોલના સ્વામિનારાયણ મંદિરના સ્વામીની છે અને અમે સ્વામીની ફાઈલ બતાવવા હોસ્પિટલ આવ્યા છીએ. ત્યારબાદ વાડજ પોલીસે ડ્રાઈવરને ફાઈલ બતાવવાનુ કહ્યું હતું પણ તેમની પાસે આવી કોઈ ફાઈલ હતી જ નહી, જેથી પોલીસ દ્વારા ગાડી અને તેમા બેસેલા પાંચ લોકોને વાડજ પોલીસ સ્ટેશન લઇ જઈને યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરતા સ્વામીના કાર ડ્રાઈવર પોલીસ સાથે માથાકૂટ કરી હતી ને વર્દી ઉતારી દેવાની ધમકી આપી હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા વાડજ પોલીસ સ્ટેશનના પી. આઈ. રાઠવા પોતે આ કેસને હેન્ડલ કરી રહ્યા હતા, ડ્રાઈવર દ્વારા પી. આઈ. રાઠવા ની વાત કલોલ સ્વામિનારાયણના સ્વામી સાથે કરાવી હતી ત્યારે સ્વામીએ પી. આઈ. ને કહ્યું હતું કે ગાડી અને માણસોને જવાદો પરંતુ પી. આઈ રાઠવાએ મક્કમ બની સ્વામીની વાત ને રદિયો આપ્યો હતો અને ગાડી ડિટેઇન કરવાની વાત ઉપર અટલ રહ્યા હતા. જેથી કલોલ સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પી. આઈ. ને ધમકાવ્યો હતો અને એટલુજ નહી પી. આઈ. રાઠવાની બદલી કરવાની ધમકી આપી જણાવ્યું હતું કે તમે મને હજુ ઓળખતા નથી તમે સુ મારી ગાડીને ડિટેઇન કરશો. ત્યારબાદ પણ વાતનાં બનતા સ્વામીએ કોઈ ધારાસભ્ય ને તમામ હકીકત જણાવી હતી, જેથી ધારાસભ્યએ વાડજ પી. આઈ. રાઠવા સાથે ફોન ઉપર વાત કરી સ્વામીનાં માણસો અને ગાડીને છોડી દેવા માટે દબાણ કર્યુ હતું પરંતુ પી. આઈ રાઠવાએ ધારાસભ્યની વાત ની પણ અવગણના કરી કાર્યવાહી કરવાનું કહેતા ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા ને પછી પી. આઈ રાઠવાને ફોન ઉપર દમદાટી આપવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ મંત્રી એ પી. આઈ રાઠવાને કહ્યું હતું કે તુ સુ તમારા CP સાહેબ પણ સ્વામીની ગાડી પાછી મુકવા આવશે, જેથી પી. આઈ. રાઠવાનો મગજ છટક્યો હતો ને તેમણે મંત્રીને ખુલા શબ્દોમાં કહી દીધું હતું કે તમારે જેમને મારાં વિરુદ્ધ કહેવુ હોય કહી દેજો પણ હવે ગાડી નહી છૂટે. મામલો જયારે ઉચ્ચ-અધિકારીઓ પાસે પહોંચ્યો ત્યારે અધિકારીઓ ની વાત માની પી. આઈ. રાઠવા એ ઉપલા અધિકારીઓ ની સૂચના નું પાલન કરી ગાડીને જવા દીધી હતી, ત્યારબાદ ફોન ઉપર પી. આઈ ને સ્વામીની માંફી માંગવાનું જણાવાયું હતું પરંતુ પી. આઈ. રાઠવા એ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે મેં કોઈ ખોટું કામ નથી કર્યુ, હુ તો મારી ફરજ બજાવી રહ્યો હતો અને લોકો ને સરકાર દ્વારા જાહેર કરાયેલા કાયદાનું પાલન કરાવી રહ્યો હતો એટલે મારે કોઈની માંફી માંગવાનો સવાલ જ નથી ઉઠતો જેથી હુ કોઈની માંફી નહી માંગુ. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે,
(1) કર્ફ્યુ તોડનાર વ્યક્તિઓ કસૂરવાર હોવા છતાં સ્વામિનારાયણ નાં સ્વામી પી. આઈ. રાઠવાને ફોન ઉપર ધમકી આપે છે એ કેટલું યોગ્ય છે.
(2) ધારાસભ્ય અને મંત્રી પોતે કાયદાઓ બનાવતા હોય છે અને એ પોતે કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકોને છાવરે તે કેટલું યોગ્ય છે.
(3) સ્વામિનારાયણ મંદિરનાં સ્વામીનાં કહેવાથી ધારાસભ્ય, મંત્રી દ્વારા અશોભનીય ભાષા નો પ્રયોગ કરી પી. આઈ રાઠવા ને કહ્યું કે તારા CP અને DG પણ ગાડી પાછી મૂકી જશે આવું કહેનારા ધારાસભ્ય, મંત્રી કોણ.
(4) કોણ છે આ સ્વામિનારાયણ નાં સ્વામી કે તેમની ભલામણ કરવા ખુદ મંત્રી કાયદાનો ઉલ્લંઘન કરી ગાડી છોડવા માટે રાજકીય દબાણ કર્યો.
હાલ આ ઘટના સંદર્ભમાં વાડજનાં પી. આઈ. રાઠવાની રાતોરાત બદલી કરી દેવાતા પોલીસ બેડામાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે લોકડાઉન સમય થી અમદાવાદ શહેરમાં કર્ફ્યુ યથાવત રખાયો છે, અને ગુજરાત પોલીસનાં વડા શિવાનંદ ઝા સાહેબ દ્વારા પોલીસને કડક સૂચનાઓ અપાઈ છે કે કર્ફ્યુ ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરી લોકડાઉન નું ચોક્કસ રીતે પાલન કરાવાનું રહેશે. જેથી કરીને પોલીસ પોતાની કાર્યવાહી કરે છે. પરંતુ વાડજ વિસ્તારમાં બનેલી ઘટનામાં જે રીતે પી. આઈ. રાઠવાની રાજકીય દબાણ થી બદલી કરવામાં આવી છે તેના લીધે ગુજરાત પોલીસનો મોરલ ડાઉન થઇ શકે છે.