ઝઘડિયાઝઘડિયા તાલુકાના રૂઢં ગામે રહેતા કરસનભાઈ મેઘાભાઇ દેસાઈ (રબારી) ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કરસનભાઈ દેસાઈની રૂઢં ગામે સર્વે નંબર 270 થી ખેતીની જમીન આવેલી છે, જે તેમના પુત્રો કનુભાઈ, વિક્રમભાઈ તથા પુત્રી સજનબેનના નામે ચાલે છે આ જમીન કરસનભાઈએ 30 વર્ષ પહેલા વેચાણ દસ્તાવેજથી લીધી હતી. આ જમીનમાં તેના ક્ષેત્રફળમાં તેમને શંકા જતા તેમણે ડી.આઇ.એલ.આર કચેરી ભરૂચ ખાતે જમીન માપણી માટે અરજી કરી હતી. ગત તા. 18 જૂન 20ના રોજ કરસનભાઈની જમીનની માપણી થઇ હતી, જેમાં કેટલીક જમીન પર ગામના પ્રવીણ મકવાણા, ચંદુ મકવાણા દ્વારા દબાણ કરવામાં આવેલ હોવાનુ જણાયુ હતુ. આ બાબતે કરસનભાઈએ તેમણે જણાવતાં તેમણે ઉદ્ધતાયભર્યું વર્તન કરી તમારાથી થાય તે કરી લેજો આ જમીનો મારી છે તેમ કહી ઝઘડો કર્યો હતો.જમીન માપણી વખતે મારેલા ખૂટ પણ તેમણે કાઢી નાખ્યા હતા. જે બાબતે કરસન દેસાઈએ રાજપારડી પોલીસ મથક તથા 20 ઓક્ટોબરે ઝઘડીયા મામલતદાર, નાયબ કલેકટરને ફરિયાદ કરી હતી. પરંતુ તેનો કોઇ નિકાલ નહી આવતા કરસન દેસાઈએ 8 જાન્યુઆરીના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ભરૂચ કલેકટરમાં અરજી કરેલ હતી. અરજી બાદ ઝઘડિયાના નાયબ કલેક્ટરે જમીનની રૂબરૂ મુલાકાત લઇ કરસનભાઈ દેસાઈ, પ્રવીણ ભાઈ મકવાણા, ચંદુભાઈ મકવાણાના જવાબ લીધા હતા.ગત તા.17 ફેબ્રુઆરીના રોજ ભરૂચ ખાતે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર ભરૂચ ચીટનીશ શાખા દ્વારા દબાણ કરનાર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો હોય ફરિયાદ દાખલ કરવા રાજપારડી પોલીસને હુકમ કરતા ગુનો નોંધ્યો હતો.
રૂંઢ ગામના ખેડૂતની ખેતીની જમીનમાં દબાણ કરનાર 2 ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ..
Views: 93
Read Time:2 Minute, 26 Second