અંકલેશ્વર IIFL બ્રાંચ ખાતે થયેલ ચકચારી ત્રણ કરોડથી વધુ કિંમતના સોનાની તથા અન્ય રોકડ રકમની લુંટ નો ભેદ ઉકેલતી ભરૂચ જિલ્લા પોલીસ..

Views: 78
0 0

Read Time:14 Minute, 9 Second

અંકલેશ્વર IIFL બ્રાંચ ખાતે થયેલ ચકચારી ત્રણ કરોડથી વધુ કિંમતના સોનાની તથા અન્ય રોકડ રકમની લુંટ તથા નવસારી જીલ્લાના ચીખલી-IIFL બ્રાંચમાં જુલાઇ ૨૦૧૭ માં થયેલ બે કરોડથી વધુ કિંમતના સોનાની લુંટનો ભેદ ઉકેલી લુંટ માં વપરાયેલ ફોરવ્હીલ ગાડીઓ, હથિયાર, રોકડ રકમ તથા સોનુ મળી કુલ રૂા.૨,૭૩,૪૬,૩૦૭/- નો મુદામાલ કબ્જે કરી ચાર આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ જીલ્લા પોલીસ દિવાળીના પાંચ દિવસ અગાઉ તારીખ ૯ નવેમ્બર ૨૦૨૦માં અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આશિષ શોપીંગ સેન્ટરમા આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાંથી ચાર અજાણ્યા હિન્દીભાષી લુટારૂ ઇસમોએ રીવોલ્વર, મોટા છરા સાથે ઘુસી આવી સ્ટાફને રીવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેઓની પાસેથી રોકડ રૂપીયા તથા સોનું મુકવાના લોકરના સ્ટ્રોગ રૂમનુ ઓ.ટી.પી. મંગાવી સ્ટ્રોગ રૂમનુ લોક ખોલી રોકડ તથા સોનુ મળી કુલ રૂા. ૩,૩૨,૦૫,૨૮૫/- ના મત્તાની લુટ કરેલ.

આ ગુનાની વિગતો જોતા સંગઠિત ગુના ખોરી કરતી ટોળકી દ્વારા આ ગુનો આચરવામાં આવેલ હોવાનુ જણાતા પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા ગુનાવાળી જગ્યાની તાત્કાલીક વિઝીટ કરવામા આવેલ તથા ભોગ બનનારની પુછપરછ કરી ગુના અંગે સંપુર્ણ માહિતી મેળવી સઘન પ્રયાસોથી ગુનો ડીટેક્ટ કરવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ અંકલેશ્વર ડીવીઝન, IPS પ્રોબેશનર શ્રી અતુલ બંસલ તથા ભરૂચ જીલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોવોર્ડ નાઓને સુચના આપવામાં આવેલ. આ ઉપરાંત પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ સા.નાઓની સુચનાથી રેન્જની તમામ જીલ્લાની એલ.સી.બી તથા એસ.ઓ.જી.ને આ ગુનો ડીટેક્ટ કરવા મદદમાં મોકલેલ. ઉપરોકત તમામ ટીમો આ અતિ ગંભીર ગુનો ઉકેલી કાઢવા માટે હ્વુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીક્લ અને સી.સી.ટી.વી સર્વેલન્સ દ્વારા પ્રયત્નશીલ હતી. ગુન્હો બન્યાના પ્રથમ ૧૨ કલાકમાં જ જીલ્લા એલ.સી.બી.ના સઘન પ્રયત્નોના ફળ સ્વરૂપે બનાવમાં વપરાયેલ સફેદ કલરની સ્વીફ્ટ ગાડી શોધી કાઢેલ તથા ગાડી નો નંબર મળેલ. પોકેટ કોપની મદદથી આ ગાડી ના વપરાશ કરતા સુધી પહોચેલ હતી તેમજ ગુન્હાને અંજામ આપનાર મુખ્ય આરોપી અંગે ફળદાયી હકિકત પણ મળી ગયેલ. એલ.સી.બી.ની સઘન તથા આયોજનબદ્ય તપાસ દરમ્યાન આરોપીઓનુ કનેક્સન સુરત રાંદેર વિસ્તારમા હોવાનુ જણાય આવેલ જેથી આ ગુનો ડીટેકટ કરવા અને આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ સ્કોર્ડ તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે ડીસ્ટાફ દ્વારા સયુકત રીતે કોમ્બીગ કરી કુલ ચાર આરોપીઓને સુરત ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:- (૧) મોહસીન S/O ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક ઉ.વ.-૩૩ રહે- ૭૩ ગ્રીન પાર્ક, સોસાયટી, જહાંગીરપુરા રોડ રાંદેર સુરત વાળાને સુરત રાંદેર મુકામેથી રાઉંડ અપ કરવામા આવેલ (૨) મોહમદઅલી S/O હુસેન ગુલામ નાખુદા ઉ.વ.-૨૯ રહે. ૫૧૩૨ લીમડાઓલી સ્ટ્રીટ રાંદેર સુરત વાળાને રાંદેર મુકામેથી રાઉંડ અપ કરવામા આવેલ. (૩) મોહસીન S/O મુસ્તુફા જીલાની ખલીફા ઉ.વ.-૨૮ રહે. ૧૩ રહેમત નગર સોસાયટી,ગોરે ગરીબા કબ્રસ્તાનની બાજુમા રાંદેર સુરત વાળાને ઉમરવાડા અંકલેશ્વર મુકામેથી રાઉંડ અપ કરવામા આવેલ. (૪) સલીમ S/O અબ્દુલ સિદ્દીક ખાન ઉ.વ.-૨૯ રહે. ૪૦ ઝીલ-મીલ રો-હાઉસ, સાઈનાઈડ ફેકટરી નજીક, ઓલપાડ તા.ઓલપાડ જી.સુરત મુળ રહે. ૬૮ રંગ અવધુત સોસાયટી વિભાગ-૩ રાંદેર સુરત વાળાને અંકલેશ્વર નવજીવન હોટલ નજીકથી રાઉંડ અપ કરવામા આવેલ. ઉપરોકત પકડાયેલ આરોપીઓને ભરૂચ જીલ્લા એલ.સી.બી. ઓફિસ લાવી, તમામનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરી સંઘન પુછપરછ કરતા તમામ આરોપીઓ ભાંગી પડેલ તથા આરોપીઓએ નવેક દિવસ પહેલા અંકલેશ્વર IIFL બ્રાંચમાં થયેલ લુંટની કબુલાત આપેલ છે તથા આજથી ત્રણ વર્ષ પહેલા નવસારી ચીખલીમાં IIFL બ્રાંચમાં ઉપરોકત પકડાયેલ આરોપી પૈકી મોહસીન S/O ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક તથા સલીમ S/O અબ્દુલ સિદ્દીક ખાન લુંટ કર્યાની કબુલાત આપેલ છે. કબ્જે કરેલ મુદામાલઃ- (૧) સોનુ કુલ વજન ૫૮૬૩.૬૯ ગ્રામ કુલ કિંમત રૂા.૨,૫૨,૨૨,૫૫૭/- (૨) રોકડ રૂપીયા ૧૩,૫૩,૦૫૦/- (૩) સ્વીફટ ગાડી નંબર GJ 19 AA 4484 કિંમત રૂપીયા ૩,૦૦,૦૦૦/- તથા સ્કોડા રેપીડ ગાડી નંબર GJ 05 CN 7319 કિંમત રૂપીયા ૪,૦૦,૦૦૦/- (૪) દેશી બનાવટનો તમંચો કિંમત રૂપીયા ૫૦૦૦/- તથા પિસ્તોલ જેવુ બનાવટી હથિયાર (લાઇટર) કિંમત રૂપીયા ૦૦/૦૦(૫) અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ- ૦૫ કિંમત રૂપીયા ૬૫,૦૦૦/- (૬) રેમ્બો (ચપ્પુ) કિંમત રૂપીયા ૨૦૦/- (૭) ઇલેકટ્રીક કાંટો કિંમત રૂપીયા ૫૦૦/- તથા દોરી કિંમત રૂપીયા ૦૦/૦૦ કુલ કિંમત રૂપીયા ૨,૭૩,૪૬,૩૦૭/- કબ્જે કરવાનો બાકી મુદામાલઃ- આરોપીઓ દ્વારા લુંટમાંથી મળેલ સોનાના જથ્થામાંથી કુલ ૭૦૦ ગ્રામ જેટલું સોનુ રૂપીયા ૩૦ લાખમાં વહેચી દિધેલ જે પૈકી ૧૨ લાખ રૂપીયા આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ છે અને ૧૮ લાખ રૂપીયાની રીકવરી આરોપીઓ પાસેથી કરવાની બાકી છે.ગુનાની એમ.ઓઃ- આ ગુનાનો મુખ્ય સુત્રધાર મોહસીન S/O ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક વર્ષ ૨૦૧૧ મા સાઉથ જોન વાપી ખાતે IIFL ગોલ્ડ લોન માં રીકવરી મેનેજર તરીકે એક વર્ષ સુધી નોકરી કરી હતી. જેથી આ આરોપી IIFL ગોલ્ડ લોન બેંક ની તમામ કાર્યશેલીથી વાકેફ હોય તથા અન્ય આરોપી સલીમ અગાઉ પ્રોહીબીશન તથા મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલ હોય જે ગુનાહીત ઇતિહાસ તથા ગુનાહિત માનસ ધરાવતો હોય જેથી બંને આરોપીઓ ભેગા મળી ગુનાને અંજામ આપવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરેલ અને પોતાની ટુકડીમાં બીજા બે માણસો સામેલ કરી તમામને તેઓનો રોલ સમજાવી કામગીરી સોપેલ. જેમા સૌપ્રથમ સલીમનો રોલ અંદર માણસોને રિવોલ્વર બતાવી સ્ટાફને ડરાવીને કંટ્રોલ કરવાનુ કામ કરે છે. તથા આરોપી મોહમદઅલી ગેટ ઉપર કોઇ અંદર આવી ન જાય તે ધ્યાન રાખવાનુ કામ કરે છે. તથા આરોપી મોહસીન ખલીફા તમામ સ્ટાફના માણસોને બાધવાનુ કામ કરે છે. તથા આરોપી મોહસીન મલેક સ્ટ્રોગ રૂમમાંથી સોનુ તથા રોકડ લઇ લેવાનું કામ કરી ચારેવ આરોપીઓએ પોતાનો રોલ ફીકસ કરેલ, આવા બનાવને અંજામ આપવા માટે અગાઉ જે વિસ્તારમા લુંટ કરવાની હોય તે વિસ્તારની સંપુર્ણ રેકી કરી IIFL ગોલ્ડ લોન બેંકમા કામ કરતા કર્મચારીને ઓળખી જે દિવસે લૂટ કરવાની હોય એ દિવસે સવારે વહેલા બેંક ખોલવાના સમયે આવી કર્મચારીઓને રિવોલ્વર તથા ચપ્પુ બતાવી તથા કર્મચારીઓને બાંધી દઇ લુંટ કરવાની ટેવ વાળા છે. આ આરોપીઓ જે જીલ્લામાં લુંટ કરવાની હોય તે જીલ્લાની પોતાની ફોરવ્હીલ ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી લૂટ કરવાની ટેવ વાળા છે. આરોપીઓ દ્વારા અગાઉ રેકી કરેલ જગ્યાની માહિતીઃ- આરોપીઓ દ્વારા IIFL માં લુંટ કરવા માટે ત્રણ જગ્યાની રેકી કરવામાં આવેલ હતી જેમાં વલસાડ,વસીયર IIFL બ્રાંચમાં રેકી કરી હતી જયાં અંકલેશ્વર IIFL ની લુંટ બાદ નજીકના ભવિષ્યમાં લુટ કરનાર હતા. ભરૂચ સીટીમાં IIFL બ્રાંચની રેકી કરેલ પરંતુ ભરૂચ સીટી વિસ્તારમાં VISWAS(Video Integration and State Wide Advanced Security) પ્રોજેકટ હેઠળના અડવાન્સ ટેકનોલોજીના કેમેરા લગાડવામાં આવેલ હોવાથી તથા ભાગવાનો રૂટ અઘરો હતો જેથી ભરૂચમાં લુટ કરવાનુ મુલતવી રાખેલ. નવ દિવસ પહેલા અંકલેશ્વર વિસ્તારમાં જે લુટ થયેલ છે તેમા તમામ આરોપીઓએ અગાઉથી જ રેકી કરી અંકલેશ્વર વિસ્તારમાં VISWAS(Video Integration and State Wide Advanced Security) પ્રોજેકટ હેઠળ કોઇ CCTV કેમેરા લાગેલા ન હતા તથા ભાગવાનો રૂટ સહેલો હોય જેથી ગુનાને સરળતાથી અંજામ આપી શકે તેમ હોય તે માટે અંકલેશ્વર IIFL બ્રાંચને ટારગેટ કરેલ.ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત:- (૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૯૦૦૪૨૦૧૭૪૮/૨૦૨૦ ઈ.પી.કો કલમ- ૩૯૨, ૩૯૭,૩૪૨, ૪૫૧, તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ (૨) ચિખલી પો.સ્ટે ગુ.ર.નં. I -૧૩૨/૨૦૧૭ ઇ.પી.કો કલમ ૩૯૨, ૩૯૭,૩૪૨, ૪૫૨, તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ હેઠળ ચેખલી IIFL ગોલ્ડ લોન બેંક લૂટ મા આરોપી (૧) મોહસીન S/O ઈમ્તિયાઝ ગુલામ મુસ્તુફા મલેક ઉ.વ.-૩૩ રહે- ૭૩ ગ્રીન પાર્ક, સોસાયટી, જહાંગીરપુરા રોડ રાંદેર સુરત (૨) સલીમ S/O અબ્દુલ સિદ્દીક ખાન ઉ.વ.-૨૯ રહે. ૪૦ ઝીલ-મીલ રો-હાઉસ, સાઈનાઈડ ફેકટરી નજીક, ઓલપાડ તા.ઓલપાડ જી.સુરત મુળ રહે. ૬૮ રંગ અવધુત સોસાયટી વિભાગ-૩ રાંદેર સુરત (૩) આરીફ બાબુ (૪) પાસા નામનો માણસ જે સલીમ નો મિત્ર છે જે આ ગુનામા ઉપરોક્ત ચાર આરોપીઓએ ચિખલીમા કૂલ રૂા. બે કરોડ ઉપરની લૂટ કરેલ. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-આરોપી સલીમ S/O અબ્દુલ સિદ્દીક ખાનનો ગુનાહિત ઇતિહાસ(૧) વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ માં ઉમરા પો.સ્ટે. માં મોબાઇલ ચોરીમાં પકડાયેલ (૨) વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ માં રાંદેર પો.સ્ટે. માં મારામારીના કેસમાં પકડાયેલ છે. (૩) વર્ષ ૨૦૧૮ માં પલસાણા પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસમાં પકડાયેલ છે. (૪) વર્ષ ૨૦૧૮ માં ચીખલી પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસમાં પકડાયેલ છે.(૫) વર્ષ ૨૦૧૩માં પાસા હેઠળ સુરતથી ભાવનગર જીલ્લા જેલમાં સજા ભોગવેલ છે. આરોપી મોહસીન S/O મુસ્તુફા જીલાની ખલીફાનો ગુનાહિત ઇતિહાસ(૧) વર્ષ ૨૦૧૬ માં સુરત શહેર ડી.સી.બી.માં વાહનચોરીના ત્રણ ગુનાઓમાં પકડાયેલ છે. કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(૧) પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા, એલ.સી.બી. (૨) પો.ઇન્સ.શ્રી કે.ડી.મંડોરા, એસ.ઓ.જી. (૩) પો.સ.ઇ.શ્રી પી.એસ.બરંડા, એલ.સી.બી. (૪) પો.સ.ઇ.શ્રી એ.એસ.ચૌહાણ, એલ.સી.બી.(૫) પો.સ.ઇ.શ્રી વાય.જી.ગઢવી, એલ.સી.બી (૬) પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલા, પેરોલ ફર્લો સ્કવોર્ડ(૭) પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા, એસ.ઓ.જી. (૮) પો.સ.ઇ.શ્રી એન.જે.ટાપરીયા, એસ.ઓ.જી.તથા એલ.સી.બી.ટીમ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એસ.ઓ.જી.ટીમ તથા અંકલેશ્વર સીટી પો.સ્ટે. ડીસ્ટાફ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પાલેજ પોલીસ સ્ટેશનનાં ટંકારીયા બીટ જમાદાર ડિ-સ્ટાફ સહિત અનેક પોલીસકર્મીઓને માહિતી છે કે ટંકારીયામાં જુગાર ક્યાં ક્યાં રમાઈ છે. અને જો ન હોય તો નીચે દર્શાવેલ છે.!!

Thu Nov 19 , 2020
Spread the love              ખાખી અને ખાદી ઉપર સવાલ કરતો પાલેજના ટંકારીયાનો બે રોકટોક ચાલતો મોટા પાયાનો જુગાર ! શરાફ-સુંદરી અને કબાબના શોખિન એવા ભષ્ટ્ર અધિકારીઓ અને નેતાઓની મહેરબાનીથી ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ટંકારીયા ગામમાં જન્નો-મન્નો, તેરિયુ,રમીના બોર્ડ, સત્તા બેટીંગ, બુકી જેવા અનેક પ્રતિબંધીત જુગાર પૈસાથી […]

You May Like

Breaking News

error: Content is protected !!