શહેરના જમાલપુર વોર્ડના રાયખડ વિસ્તારમાં આવેલી પૂજાલાલની ચાલી આઝાદીના ૭૩ વર્ષ બાદ અનેક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારમાં ૧૦૦થી વધુ મકાનો અને ૫૦૦થી વધુ લોકોની વસ્તી હોવા છતાં લોકોને હાડમારીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં વર્ષોથી સ્ટ્રીટ લાઈટના હોવાથી અંધારપટ છવાયેલો રહે છે. ઉપરાંત ગંદકી અને કચરાના ઢગ ના હિસાબે અહીં અવારનવાર રોગચાળો ફેલાય છે. સ્થાનિક લોકો દ્વારા અવાર નવાર મસ્ટર સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી. આ અંગે સ્થાનિક સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નાખવા, સાફ-સફાઈ કરવા તથા પ્રાથમિક સમસ્યાઓ નો કાયમી નિકાલ લાવવા માંગણી કરી છે.
૧) ફહીમ ભાઈ કાઝી ( સ્થાનિક રહેવાસી ) જણાવે છે કે અહી ૩૦ વર્ષ થી રહુ છુ છતાં મ્યુનિસિપલટી લાઇટ તથા સાફસફાઈ કોઈ કર્મચારી આવતા નથી તથા કોઈપણ અરજીનો નિકાલ થતો નથી.
૨) ઈકબાલભાઈ શેખ ( સ્થાનિક રહેવાસી ) રાયખડ પુંજલાલ ની ચાલી માં સાફસફાઈ , લાઇટ ના થાંભલા લાગેલા નથી તથા ગંદકી, મચ્છર નો ઉપદ્રવ વધી ગયો છે. સાફસફાઈ ના કોઈ કર્મચારી આવતા નથી.
જમાલપુર વોર્ડ ના રાયખડ વિસ્તાર માં આવેલી પૂજાલાલ ની ચાલી અનેક સુવિધાઓથી આજે પર વંચિત છે
Views: 82
Read Time:1 Minute, 37 Second