તાજેતરમાં ટ્રાફીક પોલીસકર્મી મુકેશભાઈ એ એક રાજસ્થાન ટ્રક ચાલક જેનુલઆબેદીન સાથે ગેરવર્તન કરી સમસ્ત મુસ્લીમ સમાજ માટે અભદ્ર ભાષા બોલતા અંગે નો વીડિયો વાયરલ થયો હતો એ વીડિયો જમીયત ઉલમાં બનાસકાંઠાના ધ્યાને આવતા જ.ઉ.બ. પ્રમુખ મૌલાના અબ્દુલ કુદદુસ સાહેબ તથા જનરલ સેક્રેટરી અતિકુરરહેમાંન કુરેશી, કન્વીનર જાબીર ભાઈ જુણકીયા એ બનાસકાંઠા એસ.પી.શ્રી તરૂણ કુમાર દુગગલ સાહેબ ને રૂબરૂ મુલાકાત લઈ લેખીત માં રજુઆત કરી હતી જ્યારે દરીયાપુર ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ એ માન. શ્રી આશીષ ભાટીયા(ડી.જી.પી.) સાહેબ ને લેખિત ફરિયાદ આપી હતી જેને ધ્યાન માં લઇ કોન્સ્ટેબલ શ્રી મુકેશ ભાઈ ને સસ્પેન્ડ કર્યા છે
જે અંગે જમીયત ઉલમાં ના પ્રમુખ મૌલાના એ જણાવ્યું કે એસ.પી. સાહેબે લીધેલ પગલાં ને આવકારીએ છીએ એસ.પી.સાહેબ ના આ નિર્ણય થી કોઈ કર્મી બીજાની લાગણી દુભાય એવું કૃત્ય કરશે નહીં
આચરેલ કૃત્ય માનવતા વિરોધી છે જેને વખોડી એ છીએ, સાથે સોશિયલ મીડિયા માં જાગૃત લોકો એ ઉઠાવેલ અવાજ ને વધાવ્યો હતો
જમીયત ઉલમાં બનાસકાંઠા તથા ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ બાદ ટ્રાફિક પોલીસ કોનસ્ટેબલ સસ્પેન્ડ
Views: 74
Read Time:1 Minute, 39 Second