શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એ ધૈર્યરાજસિંહની બિમારીની સારવાર માટે ૫૧ હજાર રૂપિયાની કરી મદદ……
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજસિંહને એસ.એમ.એ.1 નામની બિમારી છે. આ બીમારી એક પ્રકારની સ્નાયુની બીમારી છે જેથી બાળક ઉભું થઈ શકતું નથી. આ બીમારી માટેનો ઇન્જેક્શન ભારતમાં નથી જેથી વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. ઇન્જેક્શનની અંદાજીત રકમ રૂપિયા 22 કરોડ જેટલી છે. જે ધૈર્યરાજસિંહના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવે છે જેથી પુત્રની આટલી મોંઘી સારવાર કરાવવી તેમના માટે શક્ય નથી. તેથી તેઓએ પુત્રની સારવાર માટે સરકાર સમક્ષ મદદની માગણી કરી હતી,એવા સમાચાર ચર્ચામાં આવતા ધૈર્યરાજસિંહ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે.
જ્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજશ્રી શેખાવત ધૈર્યરાજસિંહ ના ઘરે જઈ પરિવાર સાથે મુલાકાત કરી સમાજના આગેવાન અને હોદ્દેદાર હોવાના લીધે ધૈર્યરાજસિંહ ની બીમારી ની સારવાર માટે ૫૧ હજારની રકમનો ચેક અર્પણ કરી મદદ કરવામાં આવી. રાજશ્રી શેખાવતે ગુજરાતનાં સંગઠનોને અપીલ કરી કે,ધૈર્યરાજસિંહની સારવાર માટે કરોડો રૂપિયા ગુજરાતનાં લોકો દ્વારા સમર્પિત કરવામાં આવ્યા છે. એ જ કડીના ભાગ રૂપે હું રાજશ્રી શેખાવત 51 હજાર રૂપિયાની રકમનો ચેક અર્પણ કરું છું અને હું અપીલ કરું છું કે કરોડો રૂપિયા તો ગુજરાતનાં લોકોએ આપ્યા છે. તો ગુજરાતના તમામે તમામ સમાજનાં આગેવાનો, સંગઠનોનાં અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ, કાર્યકર્તાઓ ને મારી અપીલ છે કે આપણે સૌ હવે લગભગ બાકી બચેલી રકમ સવા કરોડ રૂપિયાની પોતાની યથા શક્તિ પ્રમાણે ધૈર્યરાજસિંહની બિમારીની સારવાર માટે મદદ કરવા આગળ આઓ…