વાલિયા તાલુકામાં વરસાદ પડતાં જ જમીનમાં રહેતા સરીસૃપ બહાર આવી મકાનો અને રહેણાંક વિસ્તારમાં પ્રવેશી જતાં હોય છે. ત્યારે વાલિયા ગામના હાઉસિંગ બોર્ડમાં સાપ દેખાતા સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી. જીવદયા પ્રેમીની ટીમને સ્થાનિકો દ્વારા જાણ કરતા ટીમે ઘટના સ્થળે પહોંચી સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડાયો હતો. આવી રીતે જીવદયા પ્રેમીની ટીમે અલગ-અલગ સ્થળેથી 6 સાપ પકડી સુરક્ષિત સ્થળે છોડ્યા હતાં.વાલિયાના હાઉસિંગ બોર્ડમાં સાપ દેખાતા સ્થાનિકોમાં ભાગદોડ મચી હતી, સ્થાનિકોએ જીવદયા પ્રેમી કિરણ વસાવાને જાણ કરી હતી. કિરણ વસાવા તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સાપને પકડી પાડ્યો હતો.આવી જ રીતે ગાયત્રી નગર, બાપુનગર અને મરઘાં ઉછેર કેન્દ્ર તેમજ ડુંગેરી ફળિયામાંથી મળી કુલ 6 જેટલા સરીસૃપને પકડી પાડી તેઓને જંગલ વિસ્તારમાં મૂક્ત કરવામાં આવ્યા હતાં.
વાલિયાના જીવદયા પ્રેમીએ એક સાથે 6 સાપ પકડી સુરક્ષિત સ્થળે છોડ્યા…
Views: 69
Read Time:1 Minute, 23 Second