વડોદરા શહેરમાં મિલકત સબંધીત ગુનાઓ અટકાવવા તેમજ બનેલ મિલકત સબંધીત ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોને શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌત તેમજ અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા તરફથી મળેલ સુચના આધારે ક્રાઇમ બ્રાન્ચના DCP ના યુવરાજસિંહ જાડેજા તેમજ ACP એચ.એ.રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિ./કર્મચારીઓ આ ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવાની કામગીરી માટે સતત કાર્યશીલ કરી રહી છે…વડોદરા શહેરમાં અગાઉ સિનીયર સિટીઝન મહીલા નાગરીકોને ટારગેટ કરી પેસેન્જર તરીકે આ મહીલા નાગરીકોને ઓટોરીક્ષામાં બેસાડી બાદ આ અજાણ્યા રીક્ષાચાલક તેમજ રીક્ષામાં બેસેલ અજાણ્યા ઇસમો એકબીજાની મદદગારીમાં આ સિનીયર સિટીઝન મહીલાઓની નજર ચુકવી મહિલાઓએ પહેરેલ સોનાની ચેઇન, મંગળસુત્ર જેવા દાગીનાઓ ચોરી તેમજ ઠગાઇ કરી મેળવી લેવાનું ગુનાહિત કૃત્ય કરી પેસેન્જર તરીકે બેસાડેલ સિનીયર સિટીઝન મહીલાને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દેતા હોવાનું બનાવ બનતાં આ ગુનાઓ આચરનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ હતી તેમજ આ ગુનાઓ કરવા સાથે આવેલ અન્ય સાગરીતોને શોધી કાઢવા અંગે ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયાસો ચાલુ રાખેલ હતા. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકર એમ.એફ.ચૌધરી,પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આઇ.ભાટીનાઓની માર્ગદર્શન હેઠળ આ ગુનામા સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીઓ અંગે ક્રાઇમ બ્રાન્ચે મેળવેલ ચોક્કસ હકિકત આધારે વાધોડીયા રોડ ખાતેથી બે શંકાસ્પદ ઇસમોને પકડી પાડેલ ના નામ (૧) ભીમાભાઇ ઉર્ફે ભીમો રમેશભાઈ વાઘેલા ઉ.વ.૩૪ રહે સરદારનગર ઝુપડપટ્ટી, મહેમદાવાદ ખેડા (૨) અજય ઉર્ફે કાળીયો દિલુભાઇ વાઘરી (દાંતણીયા) ઉ.વ.૩૨ રહે. કુંભારખાડ તળાવ પાસે ઝુપડામાં, મહેમદાવાદ જી ખેડાને શોધી કાઢી સદર બન્ને ઇસમોની સઘન પુછપરછ તેમજ સદર ઇસમોની ખાત્રી તપાસ દરમ્યાન છેલ્લા અઢી ત્રણ માસથી ઓટોરીક્ષામા પેસેન્જર તરીકે બેસેલ મહિલાઓના ગળામાની સોનાની ચેઇન, મંગળસુત્ર ચોરી કરવા માટે સાગરીતોની ગેંગ બનાવી સાગરીતો સાથે ઓટોરીક્ષા તથા મોપેડ ઉપર વડોદરા શહેરમાં અલગ અલગ દિવસે આવી જુદી જુદી ૧૨ જેટલી જગ્યાએ પેસેંજર તરીકે બેસાડેલ મહિલાઓની નજર ચુકવી તેઓના ગળામાં પહેરેલ સોનાની ચેઇન, મંગળસુત્રની ચોરી કરી તેમજ ઠગાઇ કરી મેળવેલાના ગુનાઓમા સંડોવાયેલ અને નાસતા ફરતા હોવાની તેમજ આજરોજ પણ આ પ્રકારના ગુના આચરવા માટે વડોદરા શહેરમાં આવેલ હોવાની હકિકત જણાવતા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આચરેલ ગુનાઓ સબંધે તમામ પો.સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે…:- પકડાયેલ આરોપીઓના નામ-સરનામા :-(૧) ભીમાભાઇ ઉર્ફે ભીમો રમેશભાઈ વાઘેલા ઉ.વ.૩૪ રહે સરદારનગર ઝુપડપટ્ટી, મહેમદાવાદ ખેડા(૨) અજય ઉર્ફે કાળીયો દિલુભાઇ વાઘરી (દાંતણીયા) ઉ.વ.૩૨ રહે. કુંભારખાડ તળાવ ઝુપડામાં, મહેમદાવાદ ખેડા:- અગાઉ પકડાયેલ આરોપીઓ :-(૧) રમેશ ઉર્ફે ભોટી શંકરભાઇ નાયક (બજાણીયા) રહે. સફારી હોટલ પાછળ, ઓઢવ રીંગ રોડ, અમદાવાદ..(૨) રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર (દેવીપુજક) રહે. કુંભારખાડ તળાવ પાસે છાપરામાં, મહેમદાવાદ જી.ખેડા તથાલોહાનગર ગોંડલ રોડ રાજકોટ..:- પકડવાના બાકી આરોપીઓના નામ-સરનામા :-(૧) ઇમરાનમીયા ઉર્ફે મેમ્બર મલેક રહે. ઢાંકણીવાડ, મહેમદાવાદ જી.ખેડા..(૨) ગીતાબેન શૈલેષભાઇ દંતાણી રહે. કુંભારખાડ, મહેમદાવાદ જી.ખેડા..(૩) સુર્યાબેન મનસુખભાઇ મીઠાપરા રહે. મહેમદાવાદ જી.ખેડા(4) લાલુ ઘનજીભાઈ વાઘરી રહે. મેહમદાબાદ જી.ખેડા…
* રિપોર્ટર.. તસ્લીમ પીરાંવાલા.. વડોદરા..*