Read Time:55 Second

જિલ્લા પોલિસ વડા એ જણાવ્યું કે ઔધોગિક રીતે વિકસી રહેલ ભરૂચ માં પોલિસ આવશ્યક જરૂરિયાતો થી સંપન્ન રહે તે માટે સતત સહયોગ મળતો રહે છે. વાગરા તાલુકા માં વિલાયત, સાયખા અને અન્ય વિસ્તારો માં પેટ્રોલિંગ માટે વિલાયત એસસોશિયેશન દ્વારા અપાયેલ જીપ ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે વિલાયત ઉદ્યોગ મંડળ ના પ્રમુખ મહેશ વશી, સેક્રેટરી શ્રી હરીશભાઈ જોષી, બાસુકી નાથ, નિર્મલસિંહ યાદવ, પ્રગનેશ પટેલ, જયેશ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.વાગરા પોલીસ મથક ના પી.એસ.આઈ રાણા સહિત અન્ય પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા.
