કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણેક મહીનાથી એક આરોપી વોન્ટેડ હતો. તેને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાકરોલ ઓવર બ્રીજ પાસેથી ઝડપી પાડી કોસંબા પોલીસ મથકમાં જાણ કરી વધુ તપાસ ચલાવી છે.વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરાઈ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતા. જે અનુસંધાને LCB ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ. એમ.રાઠોડ અને તેમની ટીમે તમામ દરેક પોલીસ મથકોમાં નોંધાયેલા અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢવા કામગીરી આરંભી હતી. આ સમયે પીએસઆઈ આર.કે.ટોરાણી અને હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને કોન્સ્ટેબલ નિમેષભાઈને બાતમીદારથી માહિતી મળી હતી.આરોપી વિરુદ્ધ CRPC કલમો મુજબ કાર્યવાહી જેમાં ટીમે સુરત જિલ્લાના કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી પોલીસ પકડથી એક આરોપી શ્યામ જગદીશભાઈ તાતીએ અંસારીની દુકાનમાં બાકરોલ બ્રીજની બાજુમાં અંકલેશ્વરને ઝડપી પાડ્યો હતો. LCB ટીમે તેના વિરુદ્ધ સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ મથકે ખાતે સોંપી કોસંબા પોલીસ મથકે જાણ કરાઈ છે.
કોસંબા પોલીસ મથકમાં ઘરફોડના ગુનામાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને ભરૂચ LCB ટીમે દબોચી લીધો
Views: 52
Read Time:2 Minute, 1 Second