ભરૂચ શહેરમાં મચ્છરોના વધી રહેલાં ઉપદ્રવ વચ્ચે પાલિકામાં વાહનોના અભાવે ફોગિંગની કામગીરી બંધ હોવાથી રોગચાળો ફેલાવાની ભિતિ સેવાઇ રહી છે. ગત ડિસેમ્બર મહિનામાં વિપક્ષના સભ્યોએ મેલેરિયા વિભાગમાં રેઇડ કરી હતી અને તે સમયે ફોગિંગ મશીનો બંધ હાલતમાં તેમજ મશીન ચલાવવા વાહન અને કર્મચારીઓની અછત હોવાનું સામે આવ્યું હતું. એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં મેલેરિયા વિભાગે હજી કઇ બોધપાઠ લીધો ન હોય તેમ લાગી રહયું છે. ભરૂચ શહેરના 80 હજારથી વધારે મકાનો તથા 17 કિમીનો વ્યાપ ધરાવતાં શહેરને મચ્છરોથી મુકત રાખવાની જવાબદારી મેલેરિયા વિભાગના શિરે છે અને હાલ મેલેરિયા વિભાગમાં 44 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહયાં છે. હાલમાં નાના-મોટા દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહયાં છે ત્યારે પાલિકા સત્તાધીશો ફોગિંગની કામગીરી શરૂ કરાવે તે જરૂરી બન્યું છે નહીતર ડેન્ગયુ સહિતની બિમારીઓ ફરીથી માથુ ઉંચકી શકે છે.
ભરૂચમાં મચ્છરોનો વધતો ઉપદ્રવ પણ ફોગિંગ મશીનના ઠેકાણાં નથી
Views: 39
Read Time:1 Minute, 20 Second