ભરૂચમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડિત 5 મહિનાની બાળકીની સારવાર માટે મદદની જરૂર હોય લોકોને આગળ આવવા માટે મર્હૂમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અપીલ કરી છે.
ભરૂચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે. આ બાળકીને સારવાર માટે મુકવામાં આવતું ઈન્જેક્શનની કિંમત રૂ.17.05 કરોડ છે. જે તેના પરિવાર દ્વારા પુરી કરાઈ શકાય તેમ ન હોય લોકો પાસે મદદ માગી રહ્યા છે. આ બાળકીને વહારે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ આગળ આવ્યું છે. તેમ છતાંય આ બાળકીની સારવારના રૂપિયા વધારે હોય વધુ લોકો આગળ આવી આ બાળકી ઈલાજ માટે દાન કરે તે તેવી મર્હૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અપીલ કરી છે.
વધુમાં તેમણે ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ મદદ માગી છે. જ્યારે બાળકી પરિવારજનોએ પણ જિલ્લાવાસીઓને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. મદદ કરવા માંગતા લોકોએ એચ.એમ.પી.ફાઉન્ડેશન સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.