ભાઈ બહેનના પવિત્ર સબંધોને શર્મશાર કરતી ઘટના રાજકોટ ખાતે બની હતી જેમાં આરોપી શખ્સ ભુપત નાનજીભાઈ ધોળકિયાએ પોતાના બનેવીનો રોડ અકસ્માતમાં મૃત્યુ થયાના થોડા સમય બાદ પોતાની વિધવા બહેનને ઘરે રહેવા બોલાવી લીધી હતી. અને ત્યારબાદ નરાધમ ભાઈએ પોતાની સગી વિધવા બહેન સાથે શારીરિક સુખ માણવાનું ચાલું કર્યુ હતું. અને જો બહેન ભાઈને આ ગંદી કરતૂત કરવા માટે પ્રતિકાર કરે તો ભાઈ બહેન સાથે મારપીટ કરીને જબરદસ્તી તેની સાથે શારીરિક સબંધ બાંધતો હતો. આ મામલે વિધવા મહિલાએ પોતાના સગા ભાઈ વિરુદ્ધ બળાત્કારની ફરીયાદ નોંધાવી છે.
તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરના ગોકુલધામ નજીકના ગોકુલનગર 3 ખાતે રહેતી એક યુવતીના લગ્ન રાજકોટ ખાતે જ તેમના જ્ઞાતિના યુવક સાથે થયા હતા અને આ લગ્ન જીવનમાં તેમને એક સંતાન પણ હતું. લગ્નના સાત વર્ષ બાદ યુવતીના પતિનું અકાળે રોડ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેથી યુવતીના ભાઈ ભુપતભાઇ નાનજી ભાઈ પોતાની વિધવા બહેનને તેમના ઘરે રહેવા માટે લઈ ગયા હતા. પરંતુ કળિયુગી ભાઈએ પોતાની બહેનને જ પોતાના હવસની શિકાર બનાવી નાખી. નરાધમ ભાઈએ સમાજમાં પવિત્ર ગણાતા ભાઈ બહેનના સબંધ ને લાંછન લગાડી 16 વર્ષ સુધી પોતાની સગી બહેન સાથે શારીરિક સુખ માણ્યું. એટલુજ નહી પરંતુ ભાઈ પોતાની વાસનનાની ભૂખને સંતોષવા બહેનના સાસરીમાં જઈને પણ બહેન સાથે શારીરિક સબંધ બનાવતો હતો.પરંતુ લાચાર બહેન સમાજમાં લાજ જવાની બીકે બધુ સહન કરતી હતી.
હાલ આ સમગ્ર મામલે ભાઈની ક્રુરતા અને તેની વાસનાથી કંટાળી રાજકોટ ખાતેના પોલીસ સ્ટેશનમાં આરોપી સામે બળાત્કાર, મારઝૂડ, ધાકધમકીની ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. પરંતુ ઉલ્લેખનીય છે કે સમાજમાં એક પછી એક લાંછન લગાડતી ઘટનાઓ સામે આવી રહી છે જે સમાજ માટે ખુબજ આઘાત જનક બાબત છે.