0
0
Read Time:1 Minute, 6 Second
ભરૂચ જીલ્લામાં રથયાત્રાના દિવસે વરસાદ વરસ્ય બાદ અદ્રશ્ય થઇ ગયો છે જેના કારણે અસહ્ય બાફની અનુભૂતિ થઇ રહી છે.ભરૂચ જિલ્લાવાસીઓ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. મેઘરાજા રથયાત્રાના દિવસે સાંજે મન મુકીને વરસ્યા હતા ત્યાર બાદ અદ્રશ્ય જ થઇ ગયા છે. આકાશમાં વાદળો તો બંધાય છે પરંતુ વરસતા નથી. અને તેના કારણે જિલ્લાવાસીઓ અસહ્ય બાફની અનુભૂતિ કરી રહ્યા છે.જુલાઈ મહિનો તેના મધ્યાંતરે પહોચ્યો છે પરંતુ હજુ જીલ્લામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી પરંતુ મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેમ વરસી નથી રહ્યા. જિલ્લાવાસીઓ વરસાદ વરસે અને બફારામાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.