વાગરામાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યાં છે તેમજ રોડની સાઇડે ઉભા રહેતાં લારીધારકોને એસટી ડેપોની પાછળ દુકાનોની ફાળવણી કરી દેવામાં આવી છે. પીએસઆઇ તથા આગેવાનોની હાજરીમાં કન્યા શાળાના બાળકોની હાજરીમાં નવું માર્કેટ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.નગરમાં ઠેર ઠેર ટ્રાફિક સમસ્યામાં દિનપ્રતિદિન ઉત્તરો ઉત્તર વધારો થતા પ્રજાજનોને તેમજ વાહન ચાલકોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો. જેથી શાકભાજી તેમજ ફુટની લારીઓ વાળાને પોલીસે અલ્ટીમેટમ આપતા વેપારીઓમાં દોડધામ મચી હતી. ખાસ કરીને લારીવાળાઓે ગ્રામ પંચાયત કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. આખરે તેમને એસટી ડેપો પાછળની વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી હતી. પો.સ.ઇ.અનિતા જાડેજા સહિતના સ્ટાફ તેમજ નગરના અગ્રણી જાબિર પટેલની હાજરીમાં કન્યાશાળાની બાળાઓના હસ્તે રીબીન કપાવી શા કમાર્કેટ વેપારીઓ ને સમર્પિત કરવામાં આવ્યું હતું.
વાગરામાં શાકભાજીના લારીવાળાઓને વૈકલ્પિક જગ્યા સમર્પિત કરવામાં આવી
Views: 30
Read Time:1 Minute, 26 Second