ભરુચ તાલુકાનાં ભાડભૂત ગામે ગણેશ વિસર્જન દરમિયાન માથાભારે તત્વોએ આદિવાસી સમાજના યુવાન અને બાળકી સહિતના લોકો ઉપર પથ્થર મારી મારવારની ઘટનામાં જવાબદાર ઇસમો સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.આજરોજ આદિવાસી સમાજ ભરુચ જિલ્લાના આગેવાન સંજય વસાવા,સતિશ વસાવા સહિતના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગણેશ વિસર્જનના રોજ ભાડભુત ગામના રાઠોડ ફળીયા રહેતા કમલેશ સોમાભાઇ રાઠોડ પોતાના ઘરે જતો હતો તે વેળા કેટલાક ઇસમો ઝઘડો કરી રહ્યા હતા જેઓને ઝઘડો નહીં કરવા કહેતા કલ્પેશભાઇ મસ્ત્રી,શની માછી,ચંદ્રેશ માછી,પ્રકાશ માછી સહિત 10 ઇસમોએ યુવાનને માર માર્યો હતો અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પરંતુ પોલીસે મિસ્ત્રી અને માછી સમાજના માથાભારે ઇસમોને છાવરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જ્યારે અવાર નવાર ભાડભુત ગામમાં માછી સમાજ દ્વારા આદિવાસી સમાજના લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.આ તત્વો દ્વારા સગીરાને પણ માર મારી ફેંકી દીધી હતી ત્યારે જવાબદાર ઇસમો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાને બદલે પોલીસે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આદિવાસી સમાજ ઉપર થતાં અત્યાચારના બનાવો અટકાવવા અને જવાબદારો સામે કડક રહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ભરુચનાં ભાડભૂતમાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલ ધિંગાણામાં ન્યાયિક તપાસની માંગ સાથે આવેદન
Views: 42
Read Time:2 Minute, 11 Second