રીતેશ પરમાર
અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના psi સ્વેતા જાડેજા દ્વારા બળાત્કારના આરોપી પાસે થી લાંચરૂપે લીધેલા 35 લાખ રૂપિયાના ચકચારી તોડકાંડ મામલે સેસન્સ કોર્ટે મહિલા psi સ્વેતા જાડેજાને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે.
અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશન કોઈકને કોઈક રીતે વિવાદો થી ઘેરાયેલો રહે છે. વાત કરીયે ગુજરાતમા મહિલા પોલીસ સ્ટેશન પ્રારંભ કરવાનો હેતુની તો એ કે જેનાથી મહિલાઓ ને અન્ય પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીઓના ધક્કા ખાવા નહી જવું પડે. અને તેમની ઘરેલુ સમસ્યાઓ કે મહિલાઓ સાથે થતા અત્યાચારો સામે પીડિત મહિલાઓ આ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની ફરીયાદ કરી ઝડપી ન્યાય મેળવી શકે. પરંતુ આનાથી વિપરીત મહિલા પોલીસ સ્ટેશન જાણે આરોપીઓ અને ફરિયાદીઓ પાસે થી પૈસા ખંખેરવાનો કેન્દ્ર બની ગયું હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.
એક પીડિત મહિલા એ કરેલી દુષ્કર્મની ફરીયાદ મામલામાં મહિલા પોલીસ સ્ટેશનના psi સ્વેતા જાડેજા એ આરોપી જીએસપી ક્રોપ સાયન્સ પ્રા.લી. ના મેનેજીંગ ડાયરેક્ટર કેનલ વી શાહને પાસા નહી કરવા માટે 20 લાખ અને અન્ય 15 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.
તોડકાંડ મામલે ફરીયાદ થતા મહિલા psi સ્વેતા જાડેજાની અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી અને તેમની સાથે તેમના બનેવી દેવેન્દ્ર ઓડેદરા કે જેમણે 35 લાખ રૂપિયા સગેવગે કર્યા હતા તેથી તેમણે પણ આ તોડકાંડમા આરોપી તરીકે દર્શાવ્યા છે, પરંતુ psi સ્વેતા જાડેજાના બનેવી હાલ પોલીસની પકડથી બહાર છે.
ઉલ્લેખનિય છે કે આ સમગ્ર કેસની તપાસ એસઓજી ક્રાઇમના Acp બી. સી. સોલંકી કરી રહ્યા છે. હાલ આ મામલે આરોપી મહિલા psi સ્વેતા જાડેજા દ્વવારા 35 લાખના તોડકાંડ મામલે સેસન્સ કોર્ટમા જામીન અરજી મુકવામાં આવી હતી જે આજરોજ ફગાવી દેવામા આવી છે.
તમને જણાવી દઈએ કે સેસન્સ કોર્ટમા જામીન અરજીની સુનાવણી દરમ્યાન બંને પક્ષોની દલીલો સાંભળી સેસન્સ કોર્ટનાં જજ દ્વવારા જણાવાયું હતું કે આરોપી જે છે એ, પોલીસ અધિકારી છે. અને કાયદાના જાણકાર છે તેમને જો જામીન આપવામાં આવે તો તેઓ કેસ અને કેસને લગતા સાક્ષીઓ સાથે છેડછાડ કરી શકે છે. તો બીજીતરફ સમાજમાં પણ વિપરીત અસર પડી શકવાની સંભાવના છે. તો અન્ય એક આરોપી દેવેન્દ્ર ઓડેદરા કે જે, psi સ્વેતા જાડેજાના બનેવી છે અને તેઓ હાલ ફરાર છે.
તમામ બાબતો અને સંજોગો ને ધ્યાનમાં રાખી psi સ્વેતા જાડેજા દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને સેસન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામા આવી છે. જામીન અરજી ફગાવી દેતા હવે મહિલા psi સ્વેતા જાડેજાને જેલમાં જ રહેવુ પડશે અને હવે પછી જામીન મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા પડશે.