ભરૂચના લોકોને મગજ, કરોડરજ્જુ સહિતના રોગોના નિદાન માટે અમદાવાદ, વડોદરા, મુંબઈ જવું નહીં પડે
મગર અને કરોડ રજ્જુની બિમારીથી પિડાતા ભરૂચ જિલ્લાના લોકોને રિપોર્ટ માટે વડોદરા-સુરતના ધક્કા ખાવા પડતા હતા. હવે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે અદ્યતન ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાં લોકો ને હવે અમદાવાદ બરોડા મુંબઈ સુધી જવું નહીં પડશે. મગજના તેમજ કરોડરજ્જુ ના રોગો તેમજ અન્ય ઓપરેશનનો સરળતાથી થઈ શકશે. જિલ્લાના સૌ પ્રથમ ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીન સુવિધા ઉભી થઇ છે.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીનનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ ટોપ ઈન માઈક્રોસ્કોપ મશીન લગાવાયું છે. તબીબોનું કહેવું છે કે, ભરૂચ જિલ્લામાં લોકો હવે અમદાવાદ બરોડા મુંબઈ સુધી જવું પડશે ન્યુરોસર્જન જયપાલ સિંહ ગોહિલે આ અંગે મગજના તેમજ કરોડરજ્જુના રોગો તેમજ અન્ય ઓપરેશનનો એકદમ સરળતાથી થઈ શકશે. લોકોને હવે જિલ્લામાં જ રાહત મળશે.