“નામ બડે ઔર દર્શન છોટે” કહેવાય હોસ્પિટલ પણ ખુદ બીમાર…
આવી તો કેટલીય હોસ્પિટલો ભ્રષ્ટાચાર ની બલી ચડી ગઈ છે..
અત્યારે વિસ્તારની એક સોસાયટીના અગેવાનોનો ઇમરજન્સી કેસ બાબતે કોલ આવતા સાથી કોર્પોરેટરશ્રી જીતેન્દ્રભાઈ કાછડીયા અને શોભનાબેન કેવડિયા સાથે સ્મીમેર જવાનું થયું..
ત્યારે સ્મીમેર માં સીટી સ્કેન મશીન બંધ હાલત માં હતું, અમે પહોંચ્યા એની ઓછા માં ઓછી એક કલાક પહેલેથી બગડેલ મશીન અમે 2 કલાક થી વધારે સમય ત્યાં રહ્યા છતાં પણ સીટી સ્કેન મશીન ચાલુ કરી શકાયુ ન હતું.
હાલ પૂરતી આ પેશ્યન્ટની ટ્રીટમેન્ટ સીટી સ્કેન કર્યા વગર શરૂ કરવી શક્ય હતી, તો ડોકટરશ્રીઓ એ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી, પરંતુ ઇમરજન્સી કેસ માં જ્યારે સીટી સ્કેન વગર આગળ ની ટ્રીટમેન્ટ શક્ય ન હોય ત્યારે આ રીતે મશીન બગડે ત્યારે શું…??
આ સીટી સ્કેન મશીન ખૂબ જ જૂની ટેકનોલોજીનું છે, અને ખુબજ જૂનું છે. ત્યારે આ બાબતે અમે અગાઉ પણ રજુઆત કરી ને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીનું સીટી સ્કેન મશીન વાપરવા માટે કહ્યું હતું, પરંતુ શાસકો દ્વારા એ રજુઆત ધ્યાને લેવાઈ ન હતી અને આ ખુબજ જૂનું અને જૂની ટેકનોલોજીનું મશીન જે ભાગ્યે જ કોઈ હોસ્પિટલમાં આટલું જૂની ટેકનોલોજીનું મશીન વપરાતું હશે..
એ આપણી સ્મીમેરમાં શાસકો વાપરી રહ્યા છે.નવનિયુક્ત મેયરશ્રી ને મારી રજુઆત છે કે, પાલિકા આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ખર્ચમાં બાંધછોડ કર્યા વગર કોન્ટ્રાકટમાં ફેરફાર કરી લેટેસ્ટ ટેકનોલોજીનું સીટી સ્કેન મશીન સ્મીમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવે.
– સલમાન અમીન
હોસ્પિટલ બીમાર હાલત માં