ભરુચ એલસીબીએ ભરૂચ શહેરના પીરકાંઠી રોડ ઉપર આવેલ ફોટો સ્ટુડીયોમાંથી ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
ભરુચ એલસીબીનો સ્ટાફ પ્રોહિબિશન જુગાર અને દારૂની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન એલ.સી.બી.ના પી.એસ.આઈના આર.કે.ટોરાણીને બાતમી મળી હતી કે, ભરૂચ શહેર પીરકાંઠી રોડ ઉપર આવેલ સચીન ફોટો સ્ટુડીયોમાં જીગ્નેશ ઉર્ફે સચીન છત્રીવાલા પોતાના ફોટો સ્ટુડીયોમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે લેમીનેશન કરવાના લાકડાના ટેબલમાં પ્લાયના પાટીયા નીચે બનાવેલ ચોરખાનામાંથી અને ફોટાગ્રાફી પાડવા માટેના વોલપેપરની પાછળ બનાવેલ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂની 24 નંગ બોટલ અને એક મોબાઈલ ફોન મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ શહેરમાં ફોટો સ્ટુડીયોમાંથી ચોરખાનામાં સંતાડેલો વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો
Views: 236
Read Time:1 Minute, 22 Second