ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક સાથે સગીરા સંપર્કમાં આવતા બંને રફુચક્કર…નબીપુર પોલીસે બંનેને શોધી કાઢ્યા…
સગીરા યુવકના ઘરમાંથી મળી આવી પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી…
સોશિયલ મીડિયાના જમાનામાં શિક્ષણ મેળવવાની જગ્યાએ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોના પરિચયમાં આવતા ભાગી જવાના કિસ્સા સામે આવતા હોય છે જેમાં ધોરણ 10માં નાપાસ થયેલી ભરૂચ તાલુકાના એક ગામમાં વિદ્યાર્થીની ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ડભાલીના યુવક સાથે સંપર્કમાં આવતા બંને રફુચક્કર થઇ ગયા હતા તથા પોલીસે ગણતરીના દિવસોમાં જ ડભાલી ખાતેથી ઝડપી પાડી યુવક સામે અપહરણ બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગો કર્યો છે.
સગીર વયની દીકરી ગુમસગીરાની માતાએ તારીખ 08/06/2023 ના રોજ નબીપુર પોલીસ મથકમાં પોતાની સગીર વયની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો દાખલ કરી ગુમ સગીરાના લોકેશન સાથે મોબાઈલ સીડીઆર સહિતની જીણવટ ભરી તપાસ નબીપુર પોલીસ મથકના પી.એસ.આઇ કે.એમ ચૌધરીએ કરી હતી અને આખરે દસ દિવસ બાદ પોલીસને સગીરા અને ભગાડી જનાર યુવક ડભાલી ગામે હોવાનું ફલિત થતા પોલીસ કાફલો ડભાલી ખાતે પહોંચ્યા હતા. આરોપી ઝડપાયો સીડીઆર અને લોકેશન મુજબ
ડભાલી ગામે પહોંચેલી પોલીસે દલસુખ વસાવા નામના વ્યક્તિના ઘરમાં તપાસ કરતા ગુમ સગીરા મળી આવી હતી અને તેની સાથે સગીરાને ભગાડી જનાર દલસુખ વસાવાનો પુત્ર વિનોદ વસાવા ઝડપાઈ ગયો હતો. ગુમ સગીરા અને ભગાડી જનાર આરોપીને નબીપુર પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા બંનેની પૂછપરછ દરમિયાન સગીરા સાથે યુવક વિનોદ વસાવાનો ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચય થયો હતો અને યુવક સગીરાના ગામથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે હોવાના કારણે સગીરાને ભગાડી જવાનો પ્લાન બનાવ્યો હોય તેવું ફલિત થયું હતું. સમગ્ર ઘટનામાં નબીપુર પોલીસે આરોપી વિનોદ દલસુખ વસાવાની ધરપકડ કરી તેની સામે બળાત્કાર ઇ.પી.કો કોડની કલમ 376. 376(2)(n).376(3) તથા પોક્સો 4.6.12. તથા અપહરણ 363 મુજબ ગુનો દાખલ કરી સગીરા અને યુવકના કોરોના ટેસ્ટ સાથે મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરવામાં આવી છે.