ભરૂચમાં શુક્રવારે અમિત શાહની ઉપસ્થિતિમાં રૂ. 3.25 કરોડના ખર્ચે બનનારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન

Views: 64
0 0

Read Time:2 Minute, 12 Second

ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક દ્વારા નિર્માણ પામનારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન આગામી શુક્રવારે દેશના સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી કરાશે. તેમજ આ માટેનું દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સહકારી સંમેલન પણ યોજાશે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી મંડળીઓને સહકારી ક્ષેત્રે લગતું શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભું કરવામાં આવી રહ્યું છે.ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ. બેંક દ્વારા નિર્માણ પામનારા આ ભવનનું ભૂમિપૂજન અમિત શાહ વર્ચ્યુઅલી કરશે. આ પ્રસંગે BJP પ્રદેશ પ્રમુખ CR પાટીલ, રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મનસુખ વસાવા, વિધાનસભા ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વર MLA ઇશ્વરસિંહ પટેલ સહિતના લોકો હાજર રહેશે.આજે બુધવારે આ અંગે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને વાગરા MLA અરૂણસિંહ રણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સહકાર શિક્ષણ ભવન ઉભું થતા માત્ર બેંક જ નહીં પણ જિલ્લાના સહકારી ક્ષેત્રને વેગ મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બેન્કે આજે 115 વર્ષ પૂર્ણ કર્યા છે. 1400 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ છે. બેન્ક આજે નફો કરતી થઈ છે. બંન્ને જિલ્લામાં બેન્કની 49 શાખાઓમાંથી 19 જેટલા બેન્કની માલિકીના મકાન છે. નોંધનીય છે કે રૂ. 3.25 કરોડના ખર્ચે 5 માળનું સહકારી ભવન તૈયાર થતાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 3 હજાર મંડળીઓમાં શિક્ષણ તેમજ તાલીમનો અભાવ નહિ રહે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન દ્વારા 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપ નું આયોજન કરવામાં આવ્યું.

Thu Jun 2 , 2022
Spread the love              ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન પાછલા 8 વરસ થી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેન દ્વારા તારીખ 2 જૂન 2022 થી 5 જૂન 2022 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપ નું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ […]

You May Like

Breaking News

error: Content is protected !!