ભરૂચના લીમડી ચોક મહાકાળી મંદિર પાસે ખાળકૂવો સાફ-સફાઈ કરવાની બાબતે માતા-પુત્રીએ મહિલાને મારમારી ચપ્પુ મારવાની કોશિશ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.ભરૂચના લીમડી ચોક મહાકાળી મંદિર પાસે રહેતી નિર્મળાબેન નટવર રાઠોડે ગઈકાલે સોમવારે સવારે પોતાના ઘરનો ખાળકૂવો સાફ કરાવવા માટે નગર પાલિકાની ગાડી બોલાવી હતી. તે વેળા ખાળકૂવો ખોદવા અને સાફ-સફાઈ બાબતે ચંપાબેન બળવંત મકવાણા અને કલ્પના બળવંત મકવાણાએ તેમની સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારી આવેશમાં આવી ગયા હતા. જેમાં માતા-પુત્રીએ નિર્મળાબેન રાઠોડને ઢીકાપાટુનો માર મારી ચંપાબેને પોતાના ઘરમાંથી ચપ્પુ લાવી મહિલાને મારવા જતા મહિલાના પુત્રએ ચપ્પુ પકડી લેતાં માતા-પુત્રી તેણીને ધમકી આપી ત્યાંથી જતી રહી હતી. જેમાં મારામારી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચના લીમડી ચોક પાસે ખાળકૂવાની સાફ-સફાઈ બાબતે માતા-પુત્રીએ મહિલાને માર મારતાં પોલીસ ફરિયાદ
Views: 90
Read Time:1 Minute, 18 Second