પ્રજા વચ્ચે જઇ મત આપવા કરાઈ અપીલો,ભરૂચ નગર પાલિકા ના વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ના ઉમેદવારોને પ્રચાર ના પ્રથમ દિવસે જ મળ્યો પ્રચંડ જન સમર્થન,ઠેરઠેર ઉમેદવારોને લોકોએ આવકાર્યા હતા…સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના મતદાન નર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠક તાલુકા પંચાયતની 182 બેઠકો અને 4 નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે ઉભા રહેલ ભાજપ,કોંગ્રેસ, બીટીપી સહિત અપક્ષ ઉમેદવારો એ પ્રચાર કરવાનું શરૂ કર્યું છે,વહેલી સવાર થી રાત્રી સુધી ચાલતા પ્રચાર માં ઉમેદવારો પોતાના પક્ષ ના ઉમેદવારો ને વિજય બનાવવા માટે લોકોને મતદાન કરવા અંગેની અપીલો કરી રહ્યા છે.ભરૂચ માં પણ વોર્ડ નંબર 7 ની કોંગ્રેસ ની પેનલના ઉમેદવાર દિનેશ ભાઈ અડવાણ, સેજલ પટેલ (શંકર),સોનલ મહેતા,પુષ્પા બેન વસાવાની પેનલ ના સભ્યોએ ગઈ કાલે પ્રચાર ની શરૂઆત કરતા કોંગ્રેસ ના ઉમેવાદરોને ઠેરઠેર આવકાર મળ્યો હતો,લોકોનો ઉત્સાહ અને ઝુંનુંન જોતા આ વખતે વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ ના ઉમેદવારો તરફેણમાં જોતા આ વખતે કોંગ્રેસ ના વોર્ડ નંબર 7ના તમામ ઉમેદવારો વિજય બનશે તેવી આશા ઓ ઉમેદવારો એ વ્યક્ત કરી હતી…
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મોસમ જામી,વિવિધ રાજકીય પક્ષોએ પ્રચાર ના શ્રી ગણેશ કર્યા…
Views: 82
Read Time:1 Minute, 46 Second